///

રાજકોટ ફૂડ વિભાગની તવાઇ, 42 કિલો આખાદ્ય સામગ્રીનો કર્યો નાશ

દેશમાં દશેરાને તહેવારના બસ હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યાં છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં દરોડા પાડ્યા હતાં. જેમાં ગેરરીતિ સામે આવતા વેપારીઓને નોટિસ ફટકારીને ખાદ્ય પદાર્થના સેમ્પલ લીધા હતાં. જ્યારે 42 કિલોગ્રામ જેટલા અખાદ્ય પદાર્થનો નાશ પણ કર્યો હતો.

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટિમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે દશેરાના તહેવારને ધ્યાનમાં રાખીને મીઠાઈ અને ફરસાણ વહેંચતા 78 જેટલા વેપારીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 30 જેટલા અલગ અલગ વિસ્તારના વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં શહેરના 80 ફૂટ રોડ, પેડક રોડ, મોરબી રોડ, ભક્તિનગર સર્કલ, કોઠારીયા રોડ સહિતના વિસ્તારોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યવાહી હાથ ધરતા 42 કિલોગ્રામ આખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.