////

હિમાચલ પ્રદેશ : ધર્મશાળામાં ભારે વરસાદથી તબાહી, પૂરમાં અનેક વાહનો તણાયા, જુઓ Video

1158630914

હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વરસાદે ભારે તબાહી મચાવી છે. ધર્મશાળાના ભાગસૂમાં આજે સોમવારે સવારે વાદળ ફટયું હતું જેના કારણે ભારે પૂર આવ્યું છે. જોત જોતામાં એક નાના નાળાએ નદીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પૂર આવવાના કારણે ભાગસૂનું નાળુ ઓવરફ્લો થઈ ગયું હતું. આ વિનાશક પૂરમાં અનેક વાહનો તણાઇ ગયા હતા.

આ નાળાની બંને બાજુએ કેટલીક હોટલ આવેલી છે. વાદળ ફાટવાના કારણે આ હોટલોને પણ ભારે નુકશાન થયું છે. ધર્મશાળામાં વાદળ ફાટવાના કારણે નદી-નાળામાં પૂર આવવાના કારણે લોકો ભયભીત થઈ ગયા છે. ભાગસૂમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર પૂરનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પાણીનું ભારે વહેણમાં વાહનો તણાઇ રહ્યા છે.

હિમાચલ પ્રદેશના અનેક જીલ્લામાં રવિવારે રાત્રેથી ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી અહીના લોકો ભારે ગરમીથી મુશ્કેલી અનુભવી રહ્યા હતા. જો કે વરસાદ પાડવાના કારણે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. પરંતુ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં નુકશાન થયાના સમાચાર પણ મળી રહ્યા છે. ધર્મશાળામાં વરસાદ બાદનો નજારો ડરામણો છે. અનેક જગ્યાએ મકાન ધસી પડ્યા છે તો ક્યાંક ગાડીઓ પુરના સેલાબમાં વહી ગઈ છે. કાંગડાના મટોર વિસ્તારમાં પણ પુર અને ભારે વરસાદનો કહેર છે.

Leave a Reply

Your email address will not be published.