///

ખાનગી ચેનલના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીની અટકાયત

આજે મુંબઈ પોલીસે ખાનગી ચેનલના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીની અટકાયત કરી છે. પોલીસ તેમને રાયગઢ પોલીસ સ્ટેશન લઈ જઈ રહી છે. ઉપરાંત પોલીસે અર્નબના ઘરે સર્ચ અભિયાન પણ ચલાવ્યું છે. અલીબાગમાં રજિસ્ટર્ડ એક જૂના કેસમાં ગોસ્વામીની અટકાયત કરવામાં આવી છે. તો ચાલુ વર્ષના મે મહિનામાં મહારાષ્ટ્ર સરકાર તરફથી સીઆઈડી તપાસના આદેશ પણ અપાયા હતા.

આ અંગે મળતી માહિતી પ્રમાણે અર્નબ ગોસ્વામી અને બે અન્ય દ્વારા કથિત રીતે બાકી લેણાની રકમ ન આપવા બદલ 53 વર્ષના એક ઈન્ટીરિયર ડિઝાઈનર અને તેની માતાના આત્મહત્યા કરવાના મામલે સીઆઈડી દ્વારા પુર્ન તપાસ કરવાના આદેશ અપાયા હતા.

આ અંગે રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેસમુખે કહ્યું કે, ઈન્ટિરિયર ડિઝાઈનર અન્વય નાઈકની પુત્રી આજ્ઞા નાઈકે દાવો કર્યો હતો કે, રાયગઢ જિલ્લામાં અલીગઢ પોલીસે બાકી રકમ ન આપવાના કેસની તપાસ કરી ન હતી.

જેને લઈને અન્વય અને તેમની માતાએ આત્મહત્યા કરવી પડી હતી. કથિત રીતે અન્વય નાઈક દ્વારા લખાયેલી સ્યૂસાઈડ નોટમાં કહેવાયું હતું કે, આરોપીઓએ તેમના 5.40 કરોડ રૂપિયાની ચૂકવણી કરી ન હતી એટલે તેમણે આત્મહત્યાનું પગલું ઉઠાવવું પડ્યું. જોકે ખાનગી ચેનલએ આ આરોપોને ફગાવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.