////

કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના નેતાઓની અટકાયત

નવા કૃષિ બિલના વિરોધમાં શહેરમાં કોંગ્રેસના નેતાઓએ ધરણાં ધર્યા હતાં. ત્યારે પોલીસની મંજૂરી વિના ધરણાં ધરતા રાજકોટ પોલીસે કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી હતી. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખની પણ અટકાયત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના દિવસે સ્કૂલ ફી તેમજ કૃષિ બિલને લઇને રાજ્યભરમાં કોંગ્રેસે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતાં. ત્યારે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધરણાં કર્યાં હતાં. અમદાવાદમાં બત્રીસી હોલ ખાતે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધરણાં ધર્યા હતાં. જે મામલે પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. શહેર પોલીસે અમિત ચાવડાની પણ અટકાયત કરી હતી.

રાજકોટમાં પણ કોંગ્રેસના કાર્યકરો ધરણાં પર બેસવા જઇ રહ્યાં હતાં. કૃષિ બિલ અને સ્કૂલ ફી મુદ્દે તેઓ ધરણાં પર બેસવાના હતાં. પરંતુ તેમની પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી છે. કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ પણ સર્જાયું હતું. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ બિલનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. નોંધનીય છે કે અમરેલીના ગાંધીબાગ ખાતે પરેશ ધાનાણીની પણ આ જ મુદ્દે અગાઉ અટકાયત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.