///

હવે અંબાજી મંદિરમાં રાત્રે 11 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકાશે

હાલમાં રાજ્યમાં દિવાળી પર્વને લઇને લોકમાં ઉત્સાહ તેમજ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે અંબાજી માતાના ભક્તો માટે એક શુભ સમાચાર આવ્યા છે. દિવાળીનો તહેવાર હોવાથી અંબાજી મંદિરના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં માઇ મંદિરના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હાલ તહેવારોના દિવસોમાં ભક્તો રાત્રે 11 વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરી શકશે.

દિવાળીના તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિરમાં માતાના દર્શન કરવા પહોંચે છે. ત્યારે હાલ રાજ્યમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા ટ્રસ્ટ દ્વારા મંદિરના દર્શનના સમયમાં વધારો કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે 32 હજાર કિલોગ્રામ પ્રસાદ પણ બનાવવામાં આવશે. આ સાથે જ અંબાજી મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોના વાહનો માટે નિઃશુલ્ક વાહન પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાનો કહેર હજુ સૂધી યથાવત જ છે. ત્યારે એવામાં અંબાજી મંદિરમાં દર્શન માટે સરકારના કોરોના વાઈરસના નિયમોનું પાલન કરવામાં આવશે. સાથે જ ભક્તોને મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રવેશ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.