///

ભક્તો નહિ જાય ભૂખ્યા સોમનાથ ટ્રસ્ટે ચાલુ કર્યું સદાવ્રત

સોમનાથ મંદીરમાં દર્શન કરતા શ્રદ્વાળુઓ માટે વિના મુલ્યે નિઃશુલ્ક ભોજનાલય શરૃ કરવામાં આવશે. ટ્રસ્ટનાં સંચાલિત હાલનાં ભોજનાલય પાસે જ આ નવું ભોજનાલય બનશે. જેથી મંદીરે દર્શન કરવા આવતા ભકતોને અગવળતા પડશે નહીં. સોમનાથમાં ડોંગરેજી મહારાજ પ્રેરિત અન્નક્ષેત્ર ચાલે છે. પરંતુ હવે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ સવારે ૧૧થી બપોરે ૩ અને સાંજે ૭થી ૧૧ સુધીનાં સમયગાળા દરમિયાન ભકતોને વિના મૂલ્યે ભોજન પ્રસાદી પીરસાશે. હાલનાં તબક્કે સોમનાથમાં ૩થી ૪ ભોજનાલયો ચાલી રહ્યા છે. સોમનાથ મંદીરનાં ટ્રસ્ટીએ આ અંગે જણાવ્યુ કે, સોમનાથ મંદીર એક આઇકોન પ્લેસ બન્યા બાદ અનેક વિકાસ કામો સોમનાથ ટ્રસ્ટ અને ભારત સરકારનાં સહયોગથી થઇ રહ્યા છે.

સોમનાથમાં દર્શને આવતા ભકતોને વિના મૂલ્યે પ્રસાદી મળી રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભોજનાલય શરૃ કરવામાં આવશે. આ ભોજનાલય કયારે ખુલશે તેની તારીખ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમજ વિના મૂલ્ય શરૂ થયેલા ભોજનાલયનાં કારણે દર્શનાર્થે આવતા ભકતોમાં વધારો થશે. ભારતમાં અમૃતસરમાં સુવર્ણ મંદીર, તિરુપતિ બાલાજી, સત્તાધાર, વીરપુર, સારંગપુર, સંતરામ મંદીર, શિરડી સાંઇબાબા , પ્રભાસમાં પૂજય ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર અનેક તીર્થોમાં ભોજનની વ્યવસ્થાઓ કરે છે. હવે સોમનાથ મંદીરનો પણ આમાં ઉમેરો થશે. 

Leave a Reply

Your email address will not be published.