/

Breaking News : પોલીસકર્મીના દાદાગીરી વાળા વિડિઓ બાદ DGP શિવાનંદ ઝાએ રાતોરાત પરિપત્ર જારી કરી શું સૂચનાઓ આપી જાણો

ગઇકાલની કૃષ્ણનગર પોલીસ P.I.એ શાક લારી ઉંધી વળવાનાં વિડિઓ બાદ ડીજીપી શિવાનંદ ઝા એ પોલીસ વિભાગને પરિપત્ર રાતોરાત બહાર પડ્યો છે. નાગરિકો સાથે ઉઘતાંઇ ભર્યું વર્તન, કે અસભ્ય વર્તન ધ્યાને આવેં તૌ સંબંધિત અધિકારીઓ પગલાંઓ લેવા સુચન આપવામાં આવ્યુ છે.જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકો સુધી પહોચી રહે તેં માટે પોલીસ કર્મી સહકાર આપે તેવો ઉલ્લેખ આ પરિપત્રમાં કરવામાં આવ્યો છે. મેડીકલ, સારવાર કે મૃત્યુ જેવા કિસામા નાગરિકોને અસુવિધા ન થાય તેંનું પોલીસ કર્મી ધ્યાન રાખે તેવું આ પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે. મહત્વની વાત છે કે ગઈકાલે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પી.આઈ ચૌધરીનું વર્તન કેમેરામાં કેદ થયા બાદ વાઇરલ થયું હતું, જોકે ત્યાર બાદ તેના પર તાત્કાલિક પગલાં પણ લેવાયા હતા ત્યારે હજુ પણ ઘણા દિવસો કાઢવાના છે ત્યારે DGP એ રાતોરાત પરિપત્ર જારી કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.