/

DGP શિવાનંદ ઝાનું નિવેદન, કહ્યું પોલીસ સહેજ પણ કચાશ ચલાવશે નહીં

કોરોના કહેર વચ્ચે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદમાં અગત્યનું નિવેદન આપતા જણાવ્યું કે રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ પર મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે. દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત પોલીસ તેની સામે સહેજ પણ કચાશ ચલાવી લેવા માંગતી નથી. રાજ્યના શહેરી વિસ્તારોમાં હજુ એમ્પ્લીફાયર અને માઈક્રો ફોનથી જાહેરાત કરવામાં આવી રહી છે.. લોકો લોકડાઉનને હળવાશથી લેતા અને ક્રિકેટ રમવા અને બહાર ફરવા નીકળી જતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શિવાનંદ ઝાએ જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ માટે નંબરીગ સિસ્ટમ અમલી બનાવવા સૂચન આપ્યું છે.. તો સાથએજ તેઓ જણાવ્યું કે જ કોઈ મહિલાને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તે 100 નંબર પર ફોન કરે, ગુજરાત પોલીસ મહિલાઓની મદદ કરશે. સાથેજ DGPએ પોલીસ કર્મચારીઓને શાંત મગજે અને ધૈર્ય રાખી ફરજ બજાવવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે રવિવારે સુરતમાં ટોળા ભેગા થતા પથ્થર મારો થયો હતો અને પોલીસ 26 ટીયર ગેસ છોડવા પર મજબૂર થઈ હતી. સમગ્ર ઘટના મામલે સુરત પોલીસે 96 લોકોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. રાજ્યના શહેરી વિસ્તારમાં પોલીસનું એન્ટ્રી- એકઝીટ પોઈન્ટ પર સઘન ચેકિંગ ઉપરાંત સીસીટીવી અને ડ્રોન મારફતે સતત સર્વેલન્સ હાથ ધરીને પોલીસ દ્વારા જડબેસલાક સર્વેલન્સ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.