/

રાજ્યના DGPએ તાત્કાલીક અસરથી 2 પોલીસ અધિકારીને સસ્પેન્ડ કર્યા

DGP આશિષ ભાટિયા દ્વારા ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જો લેવાની ઘટના સંદર્ભે ગુનો દાખલ થયા બાદ ગુનામાં સામેલ પી.આઇ.ને સસ્પેન્ડ કર્યા છે.

આણંદ જિલ્લાના તારાપુરમાં ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જો લેવા માટે એક પી.આઇ. સહિત અન્ય 50 થી 70 જેટલા લોકો દ્વારા તોડફોડ કરવા અંગેનો તથા ત્યાં આવેલ દુકાનોમાં લૂંટ કરવા અંગેનો એક ગુનો તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે.

આ ગુનામાં આરોપી તરીકે સામેલ આણંદ જિલ્લાના ખંભાત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એસ. ગોહીલને પોતાના હોદ્દાનો દુરપયોગ કરીને પોલીસ અધિકારી તરીકે ન શોભે તેવું કૃત્યુ કરેલ હોવાથી રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાની સૂચનાથી અમદાવાદ રેન્જ આઇ.જી.પી. દ્વારા પી.આઇ ડી.એસ ગોહીલને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ત્યારે બીજી બાજુ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા થયેલી દારૂની રેઇડના પગલે સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઇપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહિ તેવો સંદેશ ગુનેગારોની સાથે સાથે સમગ્ર પોલીસ વિભાગને પણ આપવા માટે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા આજ રોજ એક પી.એસ.આઇને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.