/

ધાનાણીએ C.M, DY C.M અને અમરેલી કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરીકે

સમગ્ર દેશમાં કોરોના મહામારીનો ભય છે કોરોના વાયરસના કારણે સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે જેમાં ગુજરાતના લખો લોકો જિલ્લા બહાર ગયેલ છે જેમાં અમરેલી જિલ્લાના પણ હજારો લોકો સુરત અમદવાદ સહીતના મોટા શહેરોમાં રોજીરોટી કમાવા ગયેલ છે તે હાલ કોરોના ભયથી પરત આવી રહ્યા છે અમરેલી જિલ્લાની વસ્તી આશરે 15 લાખ જેવી છે તેમાંથી લગભગ 50,000 જેટલા લોકો રોજગારી માટે સુરત બરોડા અમદાવાદ ગયેલ છે તે હાલ માં પરત આવી રહ્યા છે તેમના આરોગ્ય ની ચિંતા છે જેના માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

અમરેલી જિલ્લામાં અતિઆધુનિક લેબોરેટરી તેમનો સ્ટાફ અને આઇસોલેશન વિભાગ ને મજબૂત કરવાની માંગ કરી છે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ થોડા દિવસ પહેલા પણ સરકાર માં આ બાબતની રજુઆત કરી હતી અને ફરીથી સરકારનો કાન પકડ્યો છે અને પોતાની વાતને યાદ કરાવી છે અને લોકોની સુખાકારી માટેની રજુઆત માટે સતત લડતા ધાનાણીએ જ પત્ર સરકારમાં ફરીથી મોકલી યાદ કરાવ્યું છે અને અમરેલી જિલ્લા માં આરોગ્ય સેવા મજબૂત કરવાની વાત કરી છે. મોટાભાગે સુરત, બરોડા અને અમદાવાદ માં હીરા ઘસું તરીકે અમરેલી જિલ્લાના યુવાનોની સંખ્યા વધુ હોવાથી પરેશ ધાનાણી ચિંતિત છે તેમના આરોગ્ય માટે અને કોરોના વાયરસના કારણે પરત આવતા લોકોના મેડિકલ ટેસ્ટ અમદાવાદ સુધી કરાવવા જવામાં વધુ સમય અને ખર્ચ લાગે છે તેથી તતકલીક સુવિધા કરી આપવા ની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published.