//

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણી તંત્ર પર કેમ થયા ગુસ્સે : જાણો

ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી દ્વારકા ના જગત મંદિર ફરતે થતી પેશકદમી બાબતે અનેકો વખત રજૂઆતો થયા પછી પણ તંત્રએ કોઈ પગલાં નહિ ભરતા રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણીના પુત્ર અને દ્વારકા જગત મંદિરના ટ્રસ્ટી ધનરાજ નથવાણીએ આજે એક ટ્વીટ કરી સવાલ ઉઠાવ્યા.

ત્રણ વર્ષ પહેલા પણ પરિમલ નથવાણીએ સરકારમાં રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે ગેરકાયદે બાંધકામ થઇ રહ્યું છે તેના પર તંત્ર એ રોક લગાવવા ની જરૃરત છે નહીંતર હેરિટેજ ગણાતા જગત મંદિર ની ગરિમા નહિ જળવાઈ અને મંદિર પણ ઢંકાઈ જાય તેમ છે.

આવી રજૂઆત બાદ પણ આજ સુધી વહીવટી તંત્રએ કોઈ નક્કર પગલાં નથી ભરતા આજે રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણીના પુત્ર અને દ્વારકા જગત મંદિર ના ટ્રસ્ટી ધનરાજ નથવાણી એ ફરીથી ટ્વીટ કરી તંત્ર ની ઢીલી નીતિ સામે સવાલ ઉઠાવ્યો છે જોકે તાજેતર માં જ ગુજરાત ના અનેક ધારાસભ્યો પણ રાજ્ય સરકાર સામે નારાજગી વ્યક્ત કરી કરી હતી. ધનરાજ નથવાણીએ ટ્વીટ કરી રાજ્યના સીએમ વિજય રૂપાણી , દ્વારકા કલેકટર અને સંસદ પૂનમ માડમને પણ આ ટ્વીટમાં ટેગ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published.