///

ધોરાજીની મહિલાઓએ કોરોના ભગાડવા ઓખાહરણ પર ભજન બનાવ્યું મોદી-રૂપાણીના કર્યા વખાણ

અલ્પેશ ત્રિવેદી ધોરાજી

દેશ અને દુનિયામાં કોરોના કહેર આંતક મચાવી રહ્યો છે લોકો કોરોના વાયરસ થી ઘરમાં જ બેસીને નવું નવું સંશોધન કરી  રહ્યા છે કોઈ લોકો સાયરી તો ક્યાંક પોપસૉન્ગ કયાજ યમરાજા થી જનજાગૃતિ ચાલે છે તો પોલીસ પણ ડી,જે પાર દેશ ભક્તિ ગીતો સંભળાવી લોકો ને મનોરંજન પીરસી રહી છે ત્યારે રાજકોટ જિલ્લા ના ધોરાજીની ગૃહિણીઓ એ ધાર્મિક પુસ્તક ઓખાહરણ માંથી એક ભજન બનાવી લોકોને અનોખો સંદેશો આપવા ભજન બનાવ્યું  છે. રાજકોટ જીલ્લાના ધોરાજીમાં કોરોના વાયરસને પગલે લોકડાઉન લગાડવામાં આવેલ ત્યારે ઉષા કિરણ એપાર્ટમેન્ટની મહીલાઓ ઓખા હરણનાં કિર્તન ની સાથે કોરોનાનું ગીત બનાવ્યુ અને સોસીયલ ડિસ્ટન્સનું પાલન પણ કર્યુ અને આ કોરોના વાયરસનું ગીતમાં નરેન્દ્રભાઈ મોદી અને વિજય ભાઈ રૂપાણીનો પણ ઉલ્લેખ કરાયો હતો .

ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવામાં આવે છે મહિલાઓને એક કોરોના મુક્તિ ભારત માટે અનોખો વિચાર આવ્યો અને કોરોના મુક્તિ  માટે દેશ ની સેવા માં સહભાગી બનવા એક અનોખું ગીત બનાવી સંભળાવ્યું છે ચૈત્ર માસમાં ધાર્મિક રીતે પુજા અર્ચના મહીલાઓ દ્વારા કરવામાં આવી છે હાલ કોરોના વાયરસને પગલે લોકડાઉન લગાડવામાં આવેલ ત્યારે ઘરે રહો અને સુરક્ષિત ત્યારે ધોરાજી માં રેલ્વ સ્ટેશન પાસે આવેલ ઉષા કિરણ એપાર્ટમેન્ટ ની મહીલા ઓ દ્વારા ઓખા હરણનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં પુજા અર્ચના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે પણ તેમાં પણ સોસીયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરવામાં આવેલ હતું અને કથાનું વાંચન કરવામાં આવેલ અને ત્યાર બાદ ઓખાહરણ પાઠ બાદ ઉષા કિરણ એપાર્ટમેન્ટની મહીલાઓ દ્વારા કોરોનાનું ગીત બનાવ્યુ હતું અને આ ગીતમાં નરેન્દ્રભાઈ મોદી અને વિજય ભાઈ રૂપાણીનો પણ ઉલ્લેખ કરાયો હતો અને આ કોરોનાની મહામારીને પગલે લોકો પોતાના ઘરોમાં રહો અને સુરક્ષિત રહો એવી અપીલ કરવામાં આવી હતી અને ભારત દેશમાં થી હમેશ ને માટે કોરોના જલદીથી જતો રહે અને દુનીયાનો કોઈ વ્યક્તિ આના ભરડામાં ન આવે તેવી પ્રાર્થના કરી હતી.

Leave a Reply

Your email address will not be published.