/

Dharmik Breaking News : મહામારીના સમયમાં માધવરાજીના લગ્ન અને ભાતીગળ મેળો લોકડાઉન

ભગવાનશ્રી કૃષ્ણના લગ્ન જે જગ્યાએ થયા હતાઆ સ્થળ હતું પોરબદંર વેરાવળ હાઇવેનું માધવપુર ગામ જ્યાં આજે માધવરાજીની હવેલી છે અને દર વર્ષે ભગવાન માધવરાયજીના લગ્ન રાણી રૂક્ષ્મણી સાથે ધામધૂમ થી મધુવનમાં થાય છે તે સમયે એક ભાતીગળ મેળો યોજાય છે તે મેળો  મહાલવા દેશ વિદેશના લોકો આવે છે

કેટલાક લોકો રોજીરોટી કમાઈ પોતાના ગુજરાન ચલાવતા હોઈ છે પરંતુ હાલ દેશ અને દુનિયા પર મહામારીનું સંક્રમિત વાતાવરણ બની રહ્યું છે ત્યારે માધવપુરનો મેળો આવનાર દિવસોમાં યોજવાનો હતો પરંતુ તેવા સમયમાં દેશમાં લોકડાઉન છે ત્યારે ભગવાને માધવરાયજીના લગ્ન પણ નહીં યોજાય તેવી યાદી જાહેર કરી છે સરકારના નિયમનું ચુસ્ત પણે પાલન કરવા માટે ટ્રસ્ટી મંડળે ભગવાનના લગ્ન આ વર્ષે નહીં યોજવાનો નિર્ણય લીધો છે.

Leave a Reply

Your email address will not be published.