/

Dharmik Breaking News : કોરોના લડતમાં સ્વામિનારાયણ સંપ્રદાયે 11 લાખનું દાન આપ્યું જરૂર પડે તો મંદિરના ઉતારા આપવાની જાહેરાત કરી છે

ભગવાન શ્રી સ્વામિનારાયણ દરેક કુદરતી આપતી વખતે પોતાનું  મહત્વનું યોગદાન આપવામાં પ્રથમ  હોઈ છે આજે કોરોના જેવી મહામારીનો સામનો દેશ કરી રહ્યો છે સરકારે પણ મુખ્યમંત્રી રાહત ફંડ માટે અપીલ કરી છે જેમાં આજે પ્રજાના પ્રતિનિધિઓએ સ્વૈચ્છિક દાન તથા સરકારી ગ્રાન્ટ માથી મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી ત્યારે હવે સ્વામિનારાય સંપ્રદાય દ્રારા પણ 11 લાખ રૂપિયાનું મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી છે એક પત્ર લખી જણાવેલ છે કે આપણા ભારત દેશમાં કોરોના વાઇરસ મહામારીના કારણે આપણા દેશ ઉપર મોટી આફત આવી પડેલ છે

આ આફતનો સામનો કરવા માટે સૌ પ્રથમ ધાર્મિક સંસ્થાઓ સામે આવી રહી છે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય  શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજની પ્રેરણા અને તેમની આજ્ઞાથી જુનાગઢ શ્રી રાધારમણ દેવ વહીવટી સમિતિ ઉર્ફે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જુનાગઢ તરફથી આર્થિક યોગદાન રૂપે રૂપિયા અગિયાર લાખ પૂરાનો ચેક મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં અર્પણ.વિશેષમાં સંસ્થામાં ઉતારા માટેના રૂમ જરૂર પડ્યે આઇસોલેશનના ઉપયોગ માટે પણ આપવાની તૈયારી.

Leave a Reply

Your email address will not be published.