///

ધોરાજીના શિક્ષકોએ એક દિવસના પગારમાંથી વિધાર્થીઓને આપી અનાજ સાથે અભ્યાસ કીટ

હાલ કોરોના મહામારીમાં અનેક લોકો  મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે સામાજિક અને આર્થિક રીતે સુખી અને સરકારી કર્મચારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે ધોરાજી સ્કૂલના શિક્ષકોએ સ્કૂલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને એક દિવસનો પગારની રકમમાંથી અનાજ કીટ સાથે અભ્યાસ કીટ આપી હતી આર્થિક જરૂરિયાત વાળા વિધાર્થીઓને ખાસ ધ્યાને લઇ શિક્ષકો એ ઉમદા ઉદારહણ પૂરું પાડેલ હતું. રાજકોટ જીલ્લાના ધોરાજીનાં ફરેણી રોડ પર આવેલ પ્રાથમિક શાળા નંબર 2 ના શિક્ષકો અને આચાર્ય શ્રી દ્વારા કોરોના વાયરસને પગલે પોતાની શાળા માં અભ્યાસ કરતાં 150 વધારે  વિદ્યાર્થી બાળકો ને કીટ નું વિતરણ કરવામાં આવ્યુ હતું. આજે ધોરાજી ના શાળા નંબર ૨ ની અંદર તમામ શિક્ષકો ના પગાર માંથી થોડી થોડી રકમ કાઢી અને સર્વ બાળકો ને અનાજ ની જરૂરિયાત હોય એવું જાણવા મળ્યું હતું.

એક સેવાના ભાગરૂપે અને દરવર્ષે ઇનામ આપતા હોઇ તે રીતે આ વખતે ઇનામ માં અનાજ આપવામાં આવ્યું હતું ઉપરાંત શેક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી જે બાળકો ની હાજરી ૮૦% ઉપર હોઇ એને ૫ કિલો અનાજ , જે બાળકો ની હાજરી ૬૦% થી ૮૦% વચ્ચે હોઇ એને ૪ કિલો અનાજ અને જે બાળકો ની હાજરી ૫૦% હોઇ એને ૩કિલો અનાજ સાથે સાથે બાળકો લોકડાઉન ની પરિસ્થિતિ માં બાળકો બહાર જઈ નથી શકતા અને જે શેક્ષ્ણીક વસ્તુ તેની પાસેના  હોઇ તેમાં પેન પેન્સિલ ચોપડો વગેરે વસ્તુ આપેલી છે અને સાથે શિક્ષકો દ્વારા લેખિત માં લેસન પણ આપવામાં આવેલ છે જેમાં 150 જેટલા વિદ્યાર્થી નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published.