/

દેશભરમાં પ્રખ્યાત છે મહેસાણાના વીસનગરની ધુળેટી જાણો કેવી રીતે કરાઈ છે ઉજવણી

સમગ્ર દેશમાં એકબીજા પર રંગોથી ધુળેટીનાં પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે પણ મહેસાણા જિલ્લાનાં વિસનગરમાં અલગ રીતે ધુળેટીના પર્વની ઉજવણી કરાય છે વિસનગરમાં પરંપરાગત ખાસડા ધુળેટીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. વિસનગરના ચોક્સી બજારમાં એકઠાં થઈને યુવાનો એકબીજા ને ખાસડા મારી ધુળેટીનાં પર્વની ઉજવણી કરે છે 300 વર્ષ પહેલાં મહારાષ્ટ્રની આ પરંપરા ઉત્તર ગુજરાતનાં વિસનગરમાં પણ શરૂ કરવામાં આવી હતી.હવે ખાસડા નહી મળતાં હોવાથી ખાસડાનાં બદલે એકબીજા પર શાકભાજીનો મારો ચલાવીને યુવાનો ખાસડા યુધ્ધનો આનંદ માણે છે.

રંગ ભરેલી અને ખજૂર ભરેલી માટલી ચોકસી બજારના વચ્ચેનાં ભાગે બાંધવામાં આવે છે તે માટલીને ફોડવાનો પ્રયાસ કરીને યુવાનો આનંદ માણે છે માટલીમાં રહેલી ખજૂરને મેળવવા દરેક જૂથનાં યુવાનો પ્રયાસ કરે છે જ્યારે સામેનું જૂથ તેમનાં પ્રયાસને નિષ્ફળ બનાવવા પ્રયાસ કરે છે વિસનગરના ચોક્સી બજારમાં રીતસરનો યુધ્ધ જેવો માહોલ સર્જાય છે. જે વ્યક્તિને ખાસડું લાગે તેનું વર્ષ સારૂ જતું હોવાની માન્યતાએ દરેક સમાજના યુવાન એક વખત ખાસડું અથવા શાકભાજી સામી છાતીએ જઈને ઝીલવાનો પ્રયાસ કરે છે.

Leave a Reply

Your email address will not be published.