//

ડાયાબિટીસના દર્દીઓ આ એક જડીબુટ્ટીનું જરૂરથી કરે સેવન, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં

અશ્વગંધાના મૂળનો પાવડર બ્લડ ગ્લુકોઝ સ્તરને ઘટાડે છે. રિસર્ચ પ્રમાણે અશ્વગંધાના સેવનથી તણાવ ઘટે છે અને ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝના સ્તરમાં સુધારો આવે છે.

ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવા માટે ખાણી-પીણી સહિત લાઈફ સ્ટાઈલનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. આયુર્વેદમાં ડાયાબિટીસના દર્દીઓ માટે અનેક પ્રકારની ઔષધિઓ અને જડીબુટ્ટીઓ દર્શાવવામાં આવેલી છે. જોકે તેમાં અશ્વગંધા સૌથી વધારે ફાયદાકારક ગણાય છે. અશ્વગંધા શારીરિક ઉપરાંત માનસિક રીતે પણ ફાયદો કરે છે. એક અભ્યાસ પ્રમાણે અશ્વગંધામાં અમુક માત્રામાં એન્ટી ડાયાબિટીક પ્રોપર્ટીઝ હોય છે.

અશ્વગંધામાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ્સ કોશિકાઓને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. તેનાથી તણાવ ઘટે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ઉપરાંત તે એન્ટી ડાયાબિટીક, એન્ટી કેન્સર, એન્ટી માઈક્રોબિયલ, એન્ટી આર્થિરિટક, ન્યૂરો પ્રોટેક્ટિવ અને કાર્ડિયો પ્રોટેક્ટિવ ગણાય છે.

અશ્વગંધામાં રહેલા ઔષધીય ગુણો બ્લડ ગ્લુકોઝ સ્તરને ઘટાડવામાં ફાયદાકારક છે. 2015માં થયેલા એક ટેસ્ટ ટ્યુબ સ્ટડી પ્રમાણે અશ્વગંધા ઈન્સ્યુલિન સ્ત્રાવને વધારે છે અને માંસપેશીઓની કોશિકાઓમાં ઈન્સ્યુલિન સંવેદનશીલતામાં પણ સુધારો કરે છે. એક અભ્યાસ પ્રમાણે અશ્વગંધાના મૂળનો પાવડર બ્લડ ગ્લુકોઝ સ્તરને ઘટાડે છે. રિસર્ચ પ્રમાણે અશ્વગંધાના સેવનથી તણાવ ઘટે છે અને ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝના સ્તરમાં સુધારો આવે છે.

એક અભ્યાસ પ્રમાણે પાવડર સ્વરૂપે અશ્વગંધાનું સેવન વધારે ફાયદાકારક છે. તે ન્યૂરોડીજેનેરેટિવ ડિસઓર્ડર અને કેન્સરથી બચાવે છે. તેની પેસ્ટ લગાવવાથી સાંધાના દુખાવા અને સોજામાં રાહત મળે છે. અશ્વગંધા ધૃતને ઘીમાં ભેળવીને ખાવાથી તેના એન્ટી ઓક્સિડેન્ટ ગુણ વધી જાય છે. ટાઈપ 2 ડાયાબિટીસ માટે અશ્વગંધાના મૂળ અને પાનનો અર્ક એક પ્રભાવી ઈલાજ છે.

Leave a Reply

Your email address will not be published.