//

કોરોના વાઇરસની ગુજરાતના આ ઉદ્યોગને કરોડોનું નુકસાન

કોરોના વાયરસે ચીનમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસની અસર હોવાના કારણે સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મોટી અસર થાય છે. સુરતના ડાયમંડ ચીનમાં એક્સપોર્ટ થાય છે જે ઠપ્પ થઇ જતા ચિંતાનું મોજું હાલ ફરી વળ્યું છે. આમ પણ ડાયમંડ ઉદ્યોગમાં મંદીના કારણે ઉદ્યોગકારો પરેશાન છે તો બીજી બાજુ કોરોનના કહેરના કારણે ઉદ્યોગો પર મોટી અસર પડી છે.

ચીનના કોરોના વાયરસની સુરતના ડાયમંડ ઉદ્યોગ પર માઠી અસર પડી છે. મહત્વનું છે કે, સુરતના ડાયમંડ ચીનમાં એક્સપોર્ટ થાય છે. સુરતનો એક્સપોર્ટનો 37% વ્યાપાર હોગકોંગ અને ચીન સાથે છે. જો કે હાલ કોરોના વાયરસના કારણે બંને એક્સપોર્ટ ઠપ્પ થઇ જતાં હાલ ડાયમંડ ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ સ્થિતિ માર્ચ માસ સુધી રહે તેવી શક્યતા જોવાઇ રહી છે. 3 માસમાં અંદાજીત 2 હજાર કરોડોનો ફટકો પડે તેવી શક્યતા જોવાઇ રહી છે. મંદીની સાથે કોરોના વાયરસથી ડાયમંડ ઉદ્યોગને ડબલ ફટકો પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published.