////

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાયું ડિઝિટલ શિખર સંમ્મેલન, વર્ષો બાદ આ સેવાનું ઉદ્ધાટન

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ડિઝિટલ શિખર સંમ્મેલનનું આયોજિત કરવામાં આવી રહ્યું છે. આ સંમ્મેલનમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને ભારતના વડાપ્રધાન મોદી ડિજિટલ શિખર સંમ્મેલનમાં સામેલ થયા છે. તે દરમિયાન બન્ને દેશના વડાપ્રધાને એક સંબોધન કર્યુ હતું. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે બાંગ્લાદેશ અમારી નેઇબરહુડ ફર્સ્ટ નીતિનો એક મહત્વપૂર્ણ સ્તંભ છે, બીજી તરફ શેખ હસીનાએ ભારતના સહયોગની પ્રશંસા કરી છે.

ભારત-બાંગ્લાદેશના વર્ચુઅલ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સંયુક્ત રીતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચિલાહટી-હલ્દીબાડી રેલ લિંકનું ઉદ્દઘાટન કર્યુ હતું. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 55 વર્ષ બાદ કોઇ રેલ લાઇનનું ઉદ્દઘાટન થયુ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે બાંગ્લાદેશ અમારી નેબરહુડ ફર્સ્ટ નીતિનો એક મહત્વપૂર્ણ સ્તંભ છે, તેમણે કહ્યું કે બાંગ્લાદેશ સાથે સબંધ મજબૂત કરવા પહેલા દિવસથી મારી માટે પ્રાથમિકતા છે, બીજી તરફ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન મોદી સાથે શિખર સંમ્મેલન દરમિયાન કહ્યું કે, ભારત સરકારે જે રીતે COVID-19નો મુકાબલો કર્યો છે, તેની માટે મારે તમારી પ્રશંસા કરવી જોઇએ. તે દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ મારી માટે ગર્વની વાત છે કે મને મહાત્મા ગાંધી અને બંગબંધુ શેખ મુજીબુર રહમાનની ડિઝિટલ પ્રદર્શન જાહેર કરવાનું છે. તે અમારા યુવાઓને પ્રેરિત કરતા રહેશે.

આ સંમેલન વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ બન્ને વિજય દિવસ મનાવી રહ્યા છે. શેખ હસીનાએ તે દરમિયાન 1971ના જંગમાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, તેઓએ કહ્યું કે હું તે 30 લાખ શહીદો પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પિત કરૂ છું જેમણે પોતાનું જીવન લગાવી દીધુ. હું 1971ની લડાઇમાં શહીદ થયેલા ભારતીય સશસ્ત્ર દળોના સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવુ છું. હું ભારત સરકાર અને લોકોનો આભાર વ્યક્ત કરૂ છું જેમણે અમારી મુક્તિ માટે પુરા દિલથી સમર્થન આપ્યુ.

Leave a Reply

Your email address will not be published.