દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે તમામ રાજકીય પક્ષ દિલ્હીની ગાદી સર કરવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ગુજરાત ભાજપના નેતાઓ પણ દિલ્હી પહોંચી ગયા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી 4 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ચાર સભાઓ ગજવશે. સભાઓમાં ગુજરાત મોડલ અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલ કાર્યોને દિલ્હીની જનતા સમક્ષ મુકશે. દિલ્હીમાં અલગ અલગ વિધાનસભામાં ત્રણ સભાઓ ગજવશે રૂપાણી. ચાંદની ચોક વિધાનસભા , રોહિણી વિધાનાસભા અને શકુર વસ્તી વિધાનસભામાં રૂપાણી પ્રચંડ પ્રચાર કરશે.