ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગઢડા 106 વિધાનસભા બેઠક પર જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ બંને પક્ષન્ સ્ટાર પ્રચારકો દ્વારા ગઢડા મતક્ષેત્રમાં પોતાની સભાઓ કરવામાં આવી રહી છે. તો કોરોના કહેર વચ્ચે આ કાર્યક્રમો થઈ રહ્યા છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઇ સોલંકીના સમર્થમાં હાર્દિક પટેલે માંડવધાર ગામે સભાને સંબોધી હતી.
ત્યારે ભાજપના સી.આર પાટિલ ગઢડા પહોંચ્યા તો બીજી બીજુ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે આજે ગઢડાના માંડવધાર ગામે મોહનભાઇ સોલંકીના સમર્થમાં સભાને સંબોધી હતી. જેમાં ધારાસભ્ય વિરજી ઠુમમર, કાનુભાઈ બારૈયા સહિતના કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આ વચ્ચે કોરોના મહામારીને ભૂલીને મોટી સંખ્યામાં લોકો માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સહિતનું ભાન ભૂલ્યા હતા.
સભામાં હાર્દિક પટેલે સ્થાનિક સમસ્યાઓ અને સ્થાનિક મુદાઓને લઈને જનતા પાસે મત માંગ્યા હતા. જેમાં તેણે લોકોને અપીલ કરી હતી કે, મોહનભાઇને બે વર્ષ માટે તક આપો અને કામ જુવો અને જો કામ સારું ના લાગે તો આવતી ચૂંટણીમાં તેમને મત ના આપજો. આજે ભાજપમાં ભળેલા અને પાસના પૂર્વ કન્વીનર દિલીપ સાબવા દ્વારા આક્ષેપ કરેલ કે, 2017માં હાર્દિકે ટિકિટો વેચી હતી. તેના જવાબમાં હાર્દિકે કહ્યું હતું કે, તેને મારા પર આક્ષેપ કરવાની જરૂર જ નથી તે પોતે ચારધામની યાત્રા કરીને આવેલ છે, ભાજપ, અપક્ષ, એનસીપી અને ફરી ભાજપમાં જોડાયા છે.