////

રાજ્યમાં ભાજપના આ દિગ્ગજ નેતા અને તેના પત્નિ થયા કોરોના સંક્રમિત

રાજ્યમાં તહેવાર બાદ કોરોનાના કેસમાં અચાનક વધારો નોંધાયો હતો. જ્યારે હાલમાં ફરી એકવાર કોરોનાના કેસ ઘટી રહ્યાં છે. જોકે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ અત્યાર સુધીમાં કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

આ વચ્ચે રાજ્યમાં વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. ભાજપના નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીને કોરોનાનો ચેપ લાગ્યો છે. દિલીપ સંઘાણી અને તેમનાં પત્ની કોરોનાં સંક્રમિત થયાં છે. તેઓ અત્યારે એ સેમ્પ્ટોમેટિક છે. ગાંધીનગર સ્થિત હોમ આઇસોલેશનમાં રહેશે.

નોંધનીય છે કે, અત્યાર સુધીમાં ભાજપના કેટલાક ધારાસભ્યો, કોર્પોરેટરો, સાંસદો અને નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. આ વચ્ચે તાજેતરમાં રાજ્યમાંથી રાજ્યસભાના બે સાંસદ અભય ભારદ્વાજ અને અહેમદ પટેલના કોરોનાની સારવાર બાદ નિધન પણ થયા છે.

Leave a Reply

Your email address will not be published.