
યસ બેંકના પ્રમોટર અન તેમજ પૂર્વ એમડી રાણા કપૂરના મુંબઇ ખાતેના ઘર ખાતે એન્ફોર્સમેન્ટ ડિરેકટરોએ દરોડા પાડયા છે. આઈટી એ રાણા કપૂર સામે મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. ઇડીએ મુંબઇનાં વર્લી સ્થિત રાણા કપૂરના ઘર સમુદ્વ મહેલ પર મોડી રાત્રે દરોડા પાડયા છે. તેમજ લુક આઉટ નોટિસ આપી છે. જેથી તેઓ દેશ છોડી વિદેશ ફરાર ના થઇ શકે. અધિકારીઓએ રાણાની પૂછપરછ કરી રહ્યા છે. આજે તેની ધરપકડ કરવામાં આવશે. જોકે ૧૩ મહિના પહેલાજ રાણા કપૂરે યસ બેંકનાં એમડી પદેથી રાજીનામું આપ્યુ હતું. રાણા કપૂરની જોખમ લેવાનો ફાયદો સીધો તેની બેંકને થયો છે. જેથી યસ બેંકના શેર એક સમયે ૧૪૦૦ રૂપિયાની સપાટીએ પહોંચ્યા હતાં. શુકવારથી બોમ્બે સ્ટોક એકસચેન્જ પર યસ બેંકના શેરનો ભાવ ૧૬.૨૦ રૂપિયા પર બંધ રહ્યો હતો.
યસ બેંકની નાણાકીય પરિસ્થિતિને જોતા ગુરૂવારે સાંજથી જ સરકાર હરકતમાં આવી છે. સાથે જ આરબીઆઇએ આદેશ કર્યો હતો કે ત્રીજી એપ્રિલે ૨૦૨૦ સુધી બેંકનો કોઇ પણ ખાતાધારક બેંકમાંથી ૫૦ હજારથી વધુ રકમ ઉપાડી શકશે નહીં. જેને લઇને ખાતાધારકો ચિંતામાં મૂકાયા હતાં. તેમજ ગ્રાહકોના પોતાના પૈસા હોવા છતાં આર્થિક કટોકટીનો સામનો કરવો પડશે. કેન્દ્વીય મંત્રી નિર્મલા સીતારમણએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ખાતાધારકોને આશ્વાસન આપી બેંકમાં તેમના પૈસા સુરક્ષિત છે. આ માટે કોઇને જ ચિંતા કરવાની જરૂર નથી તેવું જણાવયુ હતું.