////

ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે વીજળી મામલે સર્જાયો વિવાદ

high voltage post.High-voltage tower sky background.

સરદાર સરોવર પ્રોજેક્ટના વીજ ઉત્પાદનને લઈને મધ્ય પ્રદેશ અને ગુજરાત સરકાર વચ્ચે વિવાદની સ્થિતિ ઉભી થઈ છે. જેમાં મધ્ય પ્રદેશ સરકારે દાવો કર્યો છે કે, સરદાર સરોવર ડેમ માટેના કરાર અનુસાર, વીજળી ઉત્પન્ન નથી થઈ. જેના પગલે MPને અન્ય રાજ્યો પાસેથી વીજળી ખરીદવી પડે છે. આ માટે ગુજરાત સરકાર પાસેથી 904 કરોડ રૂપિયાનો ક્લેઈમ માંગવામાં આવ્યો હતો. જો કે ગુજરાત સરકારે તેને ફગાવી દીધો છે.

ગુજરાત સરકારે મધ્ય પ્રદેશના આ દાવાને ફગાવતા કહ્યું કે, મધ્ય પ્રદેશના ઈન્દિરા સાગર ડેમમાં પાણી રોકવાના કારણે વીજળી ઉત્પન્ન નથી થઈ. આ તથ્યના આધારે ગુજરાત સરકારે વળતો મધ્ય પ્રદેશની સરકાર પર જ ક્લેઈમ માંગ્યો છે. ત્યારબાદ આ વિવાદ અટકવાની જગ્યાએ વકરતો જાય છે.

ગુજરાત સરકારનો દાવો છે કે, મધ્ય પ્રદેશમાં પાણી રોકવાના કારણે તેમને 10 મિલિયન યુનિટનું નુક્સાન થયું છે. આ માટે ગુજરાત સરકારે 5 કરોડ રૂપિયાનો ક્લેઈમ માંગ્યો છે. આખરે હવે સમગ્ર મામલે સરદાર સરોવર જળાશય નિયમન સમિતિ સુધી પહોંચ્યો છે. આ મામલે જલ્દી કોઈ કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ મામલે ટૂંક સમયમાં જ બંન્ને રાજ્યોના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.