///

ગોપીનાથજી મંદિરમાં સત્તાનો વિવાદ, હરજીવન સ્વામીને ધમકી આપી હોવાનો આરોપ

ગોપીનાથજી મંદિરમાં સત્તા માટે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ વિવાદ વચ્ચે હરજીવન સ્વામીને ધમકી આપી હોવાની ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. એસપી સ્વામીએ હરજીવન સ્વામીને લાફો માર્યો હોવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લાગ્યો છે.

ગઢડા સ્વામિનારાયણ સંસ્થાના મંદિરની સત્તા હવે આચાર્ય પક્ષ પાસે આવી છે. તેમણે દેવપક્ષને તેની ગેરહાજરીમાં સત્તાસ્થાન પરથી દૂર કર્યો હતો. છેલ્લા પાંચ મહિનાથી દેવપક્ષ ટ્રસ્ટની મીટિંગો બોલાવતો ન હોઈ અને મીટિંગ બોલાવાય તો તેમા હાજર ન હોઈ તેની ગેરહાજરીમાં દેવપક્ષને સત્તાસ્થાનેથી દૂર કરીને ગઢડા સ્વામિનારાયણ મંદિરની સત્તા આચાર્ય પક્ષે સંભાળી છે. ટ્રસ્ટના ચેરમેન તરીકે પાર્ષદ રમેશભગત ગુરુ ભંડારી મોહનપ્રસાદદાસજીને સર્વાનુમતે નીમાયા હતા.

ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટની સ્કીમની જોગવાઈ મુજબ ટ્રસ્ટ મીટિંગો ભરીને ટ્રસ્ટના વહીવટીકાર્ય માટે નિર્ણયો લેવાના હોય છે. પણ છેલ્લા પાંચ મહિનાથી ટ્રસ્ટની મીટિંગ બોલાવવામાં આવતી ન હતી. 22મી નવેમ્બરના રોજ ટ્રસ્ટની મીટિંગ બોલાવાઈ હતી. પરંતુ ટ્રસ્ટના ત્રણ ટ્રસ્ટીઓ ગેરહાજર રહ્યા હતા. તેથી કલમ 26(અ) મુજબ મંડળની સભામાં ચાર સભ્યો હાજર હોય તો હાજર સભાનું કામકાજ કરવા માટે કાર્યક્ષમ ગણાશે. ગેરહાજર રહેલા સભ્યો અરજણભાઈ સાવલીયા, સુરેશભાઈ ગોરડકા, વિનુભાઈ અકાળા અને સ્વામિ હરિજીવનદાસજી હતા. આમ જોગવાઈ 26(બ) મુજબ જો સભામાં સભ્યોની કાર્યક્ષમ હાજરીન હોય તો સભા પછીના બે અઠવાડિયા બાદ એ જ દિવસે મળવા પર મુલતવી રહેશે. આ પ્રસંગે મુલતવી રહેલી સૂચના દરેક સભ્યને તત્કાળ આપવાની રહેશે.

આ ઉપરાંજ જેને અનુલક્ષીને છ ડિસેમ્બર 2020ના રોજ ટ્રસ્ટની બેઠક ગોપીનાથજી દેવમંદિર ટ્રસ્ટની ઓફિસમાં મળી હતી. તેમા પાર્ષદ રમેશ ભગત, બ્રહ્મચારી સ્વરૂપાનંદજી અને મનજીભાઈ ઇટાલિયા હાજર રહ્યા હતા. અહીં કલમ 26(ક) મુજબ મુલતવી રહેલી સભા ફરી મળે ત્યારે સભામાં સભ્યોનું પૂરતું કોરમ ન હોય તો પણ હાજર રહેલા સભ્યો કોરમના અભાવે કામકાજ કરવાનું મુલતવી રહી ગયું હોય તે પણ કરી શકશે.

સ્વામી હરિજીવનદાસજી મંદિરના સંકુલમાં હાજર હોવા છતાં ત્યાં હાજર રહ્યા ન હતા. આ સિવાય આ બેઠકમાં કલમ 22 મુજબ ટ્રસ્ટીમંડળનું સભ્યપદ ખાલી કરવાનો નિર્ણય લેવાયો હતો. તેમા ગઢડા ગાદી મંદિર અને તેના તાબાના મંદિરો સિવાય સ્વામિનારાયણ સંપ્રદાયની બીજી કોઈ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે કે સભ્ય તરીકે ચાલુ હોય તો ગોપીનાથજી દેવ મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે રહી શકતા ન હોય જેથી સ્વામિ હરિજીવનદાસજી ડાકોર સ્થિત ટ્રસ્ટ ખેડા શ્રીજી સમાજ સેવા સંસ્થાના ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કાર્ય કરતા હોવાના લીધે ટ્રસ્ટી તરીકે રહી શકતા ન હોવાથી તેમને ટ્રસ્ટી તરીકે દૂર કરવામાં આવ્યા છે.

read also

Leave a Reply

Your email address will not be published.