//

લગ્નની સિઝનમાં હીરા જડિત માસ્કની ડિમાન્ડ વધી

કોરોનાની મહમારીએ એક તરફ અનેક ધંધા-રોજગારોને ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે, તો બીજી તરફ એવા અનેક ઉદ્યોગોને અબજો કરોડો રૂપિયાનો ફાયદો કરાવ્યો છે. ત્યાં જ કોરોના કાળમાં લોકોની ક્રિએટિવિટી પણ વધી છે. હાલમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગોમાં માસ્ક પહેરવું ફરજીયાત છે. ત્યારે કેટલાક લોકોએ તેને ફેશનની સાથે જોડી ઘરેણાં તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. મહત્વની વાત તો એ છે કે આ માસ્કનો સુરતના જવેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવે છે.

સુરતને આમ તો “ડાયમંડ સિટી” તરીકે દુનિયા ભરના લોકો ઓળખે જ છે. જો કે તેની સાથે ડાયમંડ જ્વેલરી માટે પણ સુરત દેશની સાથે વિદેશમાં જાણીતું છે. ખાસ કરીને જ્વેલરી પર કરવામાં આવતી ક્રિએટિવિટી સુરતમાં મોટા પાયે થઈ રહી છે, જેના ઓર્ડર પણ સુરતના જવેલર્સને મળી રહ્યા છે. હાલના કોરોનાની મહામારીમાં માસ્ક પહેરવું ફરજીયાત છે. ત્યારે તેનો ફેશન તરીકે ઉપયોગ કરવામાં પણ આવી રહ્યો છે. ત્યારે લગ્નસરાની સિઝનમાં ડાયમંડ જડિત માસ્ક સુરતના જવેલર્સ દ્વારા હાલમાં બનાવવામાં આવ્યા છે. જેનુ માર્કેટમાં ધુમ વહેંચાણ થઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.