///

ગુજરાતની પેટા ચૂંટણીને ધ્યાનમાં લઈને મોદી, રૂપાણીના ફેસ માસ્કનું વિતરણ

ગુજરાતની 8 બેઠકો પર પેટા ચૂંટણીને આવવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેને લઈને ઘરે-ઘરે પ્રચાર કાર્ય પણ શરૂ થયું છે, પ્રચાર-પ્રસાર માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફેસ માસ્કથી લઇને કટ આઉટ, ટોપી, ઝંડા સહિતની 36 વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે.

ભાજપના પ્રદેશ અગ્રણી મહેશ કસવાલા તથા પ્રદેશ મીડિયા ક્નવીનર પ્રશાંત વાળાએ ભાજપના પ્રચાર-પ્રસાર સાહિત્ય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા જુદી જુદી 36 જેટલી વસ્તુઓ, પત્રિકાઓ પ્રચાર-પ્રસાર માટે બનાવવામાં આવી છે. જેમાં બાળકો, યુવાનો, મહિલાઓ, ખેડૂતો તેમજ વિવિધ વર્ગો માટે અલગ-અલગ પ્રકારનું પ્રચાર સાહિત્ય અને વસ્તુઓ બનાવવામાં આવી છે. જેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની કામગીરીની વિગતો-સુત્રો સાથેની પોકેટ બુક, પત્રિકાઓ, ટોપી, ઝંડા, સ્ટિકર વગેરેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત દર વખતની ચૂંટણીઓની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્ય મંત્રી વિજય રૂપાણીના ફોટા સાથેના ફેસ માસ્ક અને કટ આઉટ બનાવવામાં આવ્યા છે, કોરોનાને ધ્યાને લઇને મોટી સંખ્યામાં માસ્ક પણ બનાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.