//

પરિણામ: આજે ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના પરિણામનું વિતરણ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધો.12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની સપ્ટેમ્બરના અંતે લેવાયેલી પૂરક પરીક્ષાનું પરિણામનું વિતરણ થશે.

આ પરિણામનું જિલ્લા કક્ષાએથી નિયત કરાયેલાં વિતરણ કેન્દ્રો ખાતેથી સવારે 9 કલાકથી સાંજના 4.30 કલાક સુધી વિતરણ કરાશે.

ઉલ્લેખનિય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ગત 28 સપ્ટેમ્બરના રોજ પરીક્ષા લીધી હતી. જે પરીક્ષાના પરિણામનું વિતરણ આજરોજ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.