/

કોરોના જંગ- શાહિબાગ સ્વામિનારાયણ મંદિર દ્વારા હાઈજેનિક શાકભાજીનું વિતરણ કરાયું

વિશ્વવ્યાપી કોરોના વાયરસ સામે લડવા અનેક ધાર્મિક સંસ્થાઓએ દ્વારા ઉદાર હાથે ફાળો આપ્યો છે ત્યારે અમદાવાદના શાહીબાગમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા શાકભાજીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. લોકડાઉનના પગલે રાજ્યના ગરીબ અને શ્રમિક પરિવારોને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે અનેક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ધાર્મિક સંસ્થાઓએ તેમની મદદ માટે આગેકૂચ કરી છે. શાહીબાગના સ્વામિનારાયણ મંદિરના 70 સંતો અને 50 સ્વંયસેવકો દ્વારા 2 ટન શાકભાજીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે તો તમામ શાકભાજીને હાઈજેનિક કરી AMCને ફાળવવામાં આવ્યા હતા જેથી જરૂરિયાતમંદ લોકો સુધી શાકભાજી મળી રહે. AMC દ્વારા શાકભાજીના પેકેટ ઘરે ઘરે વિતરણ કરવામાં આવશે નોંધનીય છે કે અનેક ધાર્મિક સંસ્થાઓ મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ ઉદાર હાથે અનુદાન કરી રાજ્યના જરૂરીયાત મંદ લોકો માટે મદદગાર બની રહી છે.

Leave a Reply

Your email address will not be published.