
સરકારી તંત્ર સરકારી યોજનાઓ બનાવીને ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકોને મોટા લાભ આપવાની વાતો કરે છે ત્યારે સરકારી બાબુઓ પાસેજ સરકારી યોજનાની માહિતી નહિ હોવાનું બહાર આવતા રાજ્ય ના શિક્ષણ વિભાગ માં ખળભળાટ મચી જવા પામ્યો છે સરકાર દ્રારા શિક્ષણ તંત્ર ને મજબૂત બનાવવા કરોડો રૂપિયા બજેટમાં ફાળવે છે અને મોટી મોટી યોજનાઓ બનાવી લોકોને સરકારી સ્કૂલ કોલેજ તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે કેટલાક અધિકારી જાણે સરકારના જમાઈ બની ગયા અને તેની પાસે શિક્ષણ વિભાગની કેટલી કેવી અને શું યોજના છે તે યોજના થી લોકોને કે અભ્યાસ કરતા વિધાર્થીઓને શું લાભ મળે તેની જ માહિતીના હોઈ તો કેટલું શરમ જનક ગણી શકાય.
છોટાઉદેપુરની શિક્ષણ વિભાગ ની ઓફિસે રાજ્ય ના સચિવ પહોંચ્યા અને શિક્ષણ અધિકારી પાસે રાજ્યના શિક્ષણ વિભાગની માહિતીની વાત પૂછતા શિક્ષણ અધિકારી તો હેબતાઈ ગયા અને કોઈ માહિતી નહીં હોવા નું બહાર આવતા હવે શિક્ષણ વિભાગના સચિવે છોટાઉદેપુરના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અધિકારીને કારણ દર્શક નોટીશ આપી ખુલાસો પૂછેલ છે એક તરફ સરકાર શિક્ષણ મજબૂત કરવા સરકારી શાળા અને કોલેજમાં અભ્યાસ કરવા માટે મોટી મોટી જાહેરાતો કરે છે અને લોકોને સરકારી યોજના નો લાભ લેવા જાહેરખબર દ્રારા કરોડો રૂપિયા નો ધુમાડો કરી રહી છે ત્યારે શિક્ષણ વિભાગ માં જ પોલમ્પોલ હોવા નું બહાર આવ્યું છે શિક્ષણ વિભાગના રાજ્ય ના સચિવે છોટાઉદેપુર ના DEPO ( શિક્ષણ અધિકારી ) ડી.બી.બારીયાને કારણ દર્શક નોટીશ ફટકારીને ખુલાસા પૂછેલ છે અને જો ત્રણ દિવસ માં લેખિત માં જવાબ રજુ નહિ કરવામાં આવે તો સરકાર તેમની સામે કડક કાર્યવાહી પણ કરી શકે છે.
પ્રાથમિક શિક્ષણ અધિકારીની ઘોર બેદરકારી બદલ રાજ્યના શિક્ષણ વિભાગની પણ પોલખૂલી પડી ગયેલ છે જયારે જયારે સરકારી કાર્યકમો અને મોટા તાયફા કરવાની જરૂરત હોઈ ત્યારે સરકાર પરિપત્રો બહાર પાડીને શિક્ષણ વિભાગને કામે લગાડે છે સરકારી બાબુઓને અન્ય કામગીરી કરવા કરતા શિક્ષણની જ કામગીરી કરવાની ફરજ પાડે તો રાજ્યનું શિક્ષણ તંત્ર પણ સુધીરી જાય અને બાળકોનો અભ્યાસકર્મ પણ ના બગડે જોવાનું એ છે કે સચિવે છોટાઉદેપૂરના પ્રાથમિક શિક્ષણ અધિકારીને કારણ દર્શક નોટીશ આપી છે તેમાં પ્રાથમિક શિક્ષણ અધિકારી શું જવાબો આપે છે અને સરકાર તેમની સામે કેવા પ્રકારના પગલાંલે છે વિધાર્થીઓ શિક્ષણમાં ભૂલ કરે તો શિક્ષણ વિભાગ તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરે છે પરંતુ શિક્ષણ અધિકારીની આવી બેદરકારી સામે રાજ્યનું શિક્ષણ વિભાગ પગલાં લેશે કે પછી સમગ્ર મામલામાં પોટલું અભેરાઈએ ચડાવી દેશે તે જોવા નું રહ્યું.