સંઘ પ્રદેશ દિવમાં આજે બીજા દિવસે દીપડો દેખાયો હોવા ના સમાચારો મળી રહ્યા છે દિવના ઘોઘલા બસ સ્ટેન્ડ પાસે દીપડો હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે ઘોઘલા નજીક આવેલા સરકારી ક્વાર્ટર માં દીપડો હોવાનું હાલ વન વિભાગ અનુમાન લગાવી રહ્યું છે બાળ દીપડા ને ઝડપી લેવા વનવિભાગની ટીમે સરકારી ક્વાર્ટર આસપાસ પાંજરા મૂકીને પ્રયન્તો શરૂ કર્યાછે દીપડો સરકારી ક્વાર્ટર માં હોવાની વનવિભાગ પુષ્ટિ કરી રહ્યુંછે

દીવ વનવિભાગ અને જસાધાર રેન્જ ફોરેસ્ટના કર્મચારીઓ અને દીવ નગરપાલિકાના પ્રશાસનના અધિકારીઓ અને હોદેદારો સરકારી ક્વાર્ટર આસપાસ તપાસ કરી રહ્યાછે દીપડાના બચ્ચા એ એક શ્વાન નું મારણ કર્યું હોવા નું પણ સામે આવ્યું છે હાલતતો દીપડા ને પાંજરે પુરવા માટે ફોરેસ્ટ વિભાગે એડીચોટી નું જોર લગાવ્યું છે સતત બીજા દિવસે પણ દીવ માં દીપડો દેખાતા દીવ માં આવતા સહેલાણીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યોછે