કોરોના વાઇરસના પગલે શાળાઓ બંધ છે, પરંતુ ઓનલાઇન શિક્ષણ ચાલુ છે તેવામાં રાજ્યમાં આજથી પડી રહેલા દિવાળી વેકેશનના પગલે ઓનલાઇન શિક્ષણ પણ બંધ રહેશે.
રાજ્યની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં 29 ઓક્ટોબરને ગુરુવારથી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તે સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને અપાતું ઓનલાઈન શિક્ષણ બંધ રહેશે, જેથી વિદ્યાર્થીઓને પણ શિક્ષણમાંથી છુટકારો મળશે.