/

તમારી આસપાસ રહેલ કોઈ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો દેખાય તો ગભરાશો નહિ આ હેલ્પલાઈન નંબરનો કરો સંપર્ક

અમદાવાદ શહેરમાં વિદેશથી આવેલા લોકોને કોરોના હોય કે કોરોનાનો ચેપ લાગ્યો હોય તો અન્ય કોઈને કોરોનાનો ચેપ ના લાગે તે માટે વિદેશથી આવનારા તમામ વ્યકિતઓને 14 દિવસ સુધી કોરોન્ટાઈનમાં રેહવાની સૂચના આપી છે. જોકે કોઈ વ્યકિત તેનું પાલન ના કરે તો અથવા તો કોરોનાના લક્ષણો દેખાય તો કોઈ પણ નાગરિક મ્યુ. ના હેલ્પ લાઈન 155303 તેમજ 104 નંબર પર ફોન કરીને મદદ માટે કે ફરિયાદ કરી શકે છે. જેની ગઈકાલે 10 ફરિયાદો મળી હતી. અમદાવાદમાં 104 નંબરની હેલ્પ લાઈન નંબર પર 150થી વધુ ફરિયાદો મળી છે. વિદેશમાંથી આવતા લોકો તપાસ નથી કરાવી રહ્યા અને તેઓ બજારોમાં અને બહાર ફરી રહ્યા હોવાની ફરિયાદ કરી છે. શંકાસ્પદ લક્ષણો હોવા છતાં વિદેશથી આવેલા લોકો બજારમાં ફરી રહ્યા હોવાની ફરિયાદ પાડોશીઓ કરી છે. શુક્રવારે 10 ફરિયાદ મળી કોરોના માટેની 104 નંબરની હેલ્પ લાઈન પર મળી છે.

શહેરની કેટલીક સોસાયટીના રહીશોએ કોરોના માટેની 104 નંબરની હેલ્પ લાઈન પર તેમની આજુબાજુ વિદેશથી આવેલા લોકો જાહેરમાં ફરતા હોવાની અને તેમના લક્ષણો શંકાસ્પદ હોવાની 150થી વધુ ફરિયાદ મ્યુનિ.ને 24 કલાકમાં મળી હતી. કોરોના વાયરસને લઇને કોઇપણ સવાલ હોય તો સરકારે હેલ્પ ડેસ્ક નંબર જારી કર્યો છે ગાંધીઆશ્રમ પાસે વિદેશથી આવેલા કેટલાક લોકો હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી માગણી કરી હતી કે, આ લોકો ક્યાંથી આવ્યા છે અને તેમને ચેપ છે કે નહીં તેની તપાસ થવી જોઈએ. ફરિયાદ થયા પછી આવા લોકો ક્યાંક જતા રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સુભાષબ્રિજ પાસે એક ફ્લેટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા પિતા-પુત્રીની તપાસ કરાવવા રહીશોએ માગણી કરતા વિવાદ થયો હતો. ઘાટલોડિયામાં પણ એક ફ્લેટમાં એક મહિલા કેનેડાથી આવ્યા બાદ કોઇ કાળજી નહી લેતા હોવાની ફરિયાદો મ્યુનિ.ને મળી હતી.

Leave a Reply

Your email address will not be published.