/////

શું તમે જાણો છો સૌરાષ્ટ્રની આ રહસ્યમય જગ્યાઓ વિશે, તો ક્લિક કરી જાણો દંગ રહી જશો

વિશ્વ સહિત દેશમાં ગુજરાત રાજ્ય એટલે એવુ જ કહે કે વડાપ્રધાન મોદી વાળુ ને. જેનો પ્રતિઉત્તર આપતા આનંદ થાય છે કે જી હા તે જ ગુજરાત. વડાપ્રધાન મોદીના 3 ટર્મ સુધી મુખ્યપ્રધાન પદ પર રહેવાથી ગુજરાતને અનેક વિકાસના કામો મળ્યા છે. જેના પગલે આજે પણ ગુજરાત ટુરીઝમ ક્ષેત્રે રાજ્યએ હરણફાળ વિકાસ કર્યો છે. એક રીપોર્ટ મુજબ પ્રવાસિઓની સંખ્યા બીજા રાજ્યોની સરખામણી કરતા ગુજરાતમાં વધુ છે. ગુજરાતના કેટલાક એવા સ્થાનો છે જેનો ઉકેલ હજુ સુધી વૈજ્ઞાનિકોએ પણ આપ્યો નથી. જી હા તમે જે વાંચ્યુ છે તે સાચુ જ છે,

ગુજરાત પોતાના ભૌગોલિક સ્થાન વિષે વિશ્વભરમાં પ્રખ્યાત છે. કેટલાક સ્થાનો એવા છે જેને લોકો ભગવાનનો ચમત્કાર માને છે. તો આવો આપડે જાણીએ આવા જ નોખા અનોખા સ્થળો વિષે…

નગારીયો પથ્થર

રાજ્યની ગીરી નગરી તરીકે ઓળખાતુ શહેર એટલે કે જૂનાગઢ. પવિત્ર ગિરનાર ગોદની બાજુમાં જ ‘દાતાર’ નામનો પર્વત આવેલો છે, જેનો નગારીયો પથ્થર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ પહાડના પથ્થરની ખાસીયત એ છે કે તેના પર પથ્થરનો ટકરાવ કરવાથી નગારા જેવો અવાજ આવે છે જેના પગલે તે નગારીયા પથ્થર તરીકે ઓળખાય નામ અપાયુ છે.

તુલસીશ્યામ

તુલસીશ્યામની વાત આવે એટલે કોઇ પણ પહેલા ગરમ પાણીનો કુંડને ત્યાંથી જ વાત શરૂ કરે છે. આ જગ્યા અમરેલી જિલ્લામાં આવેલી છે. તુલસીશ્યામ ‘ગરમ પાણીના કુંડ’ માટે પણ વિશ્વવિખ્યાત છે. પરંતુ, અહી હવે એક વધુ નવું રહસ્ય જોડાઇ ગયું છે. તુલસીશ્યામથી ૩ કિલોમીટર દુરના રસ્તા પર એક એવો રોડ છે જેની ખાસીયત એ છે કે, જો તમે ઢાળ આવે ત્યારે ગાડીને બંધ કરી દો તો તે ગાડી નીચે આવવાની જગ્યાએ ઉપરની તરફ ચાલવા લાગે છે.

માત્ર એટલુ જ નહિ જો તમે આ રસ્તામાં પાણી નાખો તો પણ નીચે આવવાની જગ્યાએ ઉપર જશે. આ ચમત્કારીકતાને લીધે તુલસીશ્યામના આ રસ્તા પર તમામા પર્યટકો મુલાકાતે આવે છે.

ચમત્કારી પથ્થર

આ પથ્થર પણ નગારીયા પથ્થર જેવો જ છે. જે અમરેલી જિલ્લાના બાબરા શહેરથી 7 કિમી દૂર કરીયાણા ગામમાં પહાડી પથ્થર છે.

આ પહાડી પથ્થરની ખાસીયત એ છે કે અહી ઘણા એવા પથ્થર છે જેને ટકોરવાથી ઝાલરનો રણકાર ઉત્પન્ન થાય છે. આ પથ્થરોની સાથે એક ધાર્મિક માન્યતા એવી પણ જોડાયેલી છે કે, અહી પ્રાચીન સમયમાં એક વાર ‘સ્વામિનારાયણ ભગવાન’ પધાર્યા હતાં. કહેવાય છે કે ભગવાને પૂજા દરમિયાન અહીના પથ્થરોને ઘડિયાળની ઘંટીના સ્વરૂપે ઉપયોગ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.