//

શું તમે જાણો છો ! વૉટ્સએપમાં કોની ચેટ તમારા ફોનમાં સૌથી વધારે સ્પેસ રોકે છે?

દેશમાં સોશિયલ મીડિયામાં વૉટ્સએપ સૌથી પોપ્યુલર મોબાઇલ એપ છે અને જેના કારણે કેટલાક લોકોને પોતાના ફોનમાં સ્ટોરેજ એટલે કે મેમરી ભરાઈ જવાનો પ્રોબ્લેમ થાય છે.

ફેસબુકે આપેલા એક નિવેદન પ્રમાણે, વોટ્સએપ દૈનિક 100 અબજ મેસેજની આપ લે કરે છે. આટલા મેસેજમાં પણ વળી ફેમિલી ગ્રુપના ગુડ મોર્નિંગના મેસેજનો ઢગલો આવે તો ફોનની મેમરી રોકાઈ જાય છે. ત્યારે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આ પગલાં લઈ શકાય.

સ્ટેપ 1 : વૉટ્સએપની એપ ખોલો અને જમણા ખૂણાના ત્રણ ટપકા પર ક્લિક કરો. ત્યાર બાદ ‘સેટિંગ્સ’માં ક્લિક કરો.
સ્ટેપ 2 : ત્યારબાદ ‘ડેટા એન્ડ સ્ટોરેજ યુઝેજ’ ઉપર ક્લિક કરો. અહીં તમને એવી તમામ ચેટ્સ મળી જશે જે તમારા ફોનનો સ્ટોરેજ રોકી રહ્યા છે.

ત્યારબાદ સ્ટોરેજ યુસેજમાં તમે કોઈ પણ ચેટ ખોલશો તો એપ તમે જે તે વ્યક્તિ કે ગૃપમાં કેટલા ફોટો, વિડિયો, GIF અને અન્ય ફાઈલો શેર થયેલી છે અને તે કેટલી જગ્યા રોકે છે તે દેખાડશે.

જો તમે આ ડેટાને ડીલીટ કરવા ઈચ્છો છો તો તે માટે ફ્રી અપ સ્પેસ ઓપ્શન પર ક્લિક કરશો તો તમારો ડેટો ક્લિયર થઈ જશે અને ફોનમાં સ્ટોરેજ એટલે કે, મેમરી ભરાઈ જવાના સમસ્યાથી છૂટકારો મળશે.

Leave a Reply

Your email address will not be published.