//

સાવધાન ! શું તમે તળેલા તેલનો ફરીથી કરો છો ઉપયોગ, તો તે પડી શકે છે ભારે

ગુજરાતી લોકો હંમેશાથી ખાવાના શોખીન હોય છે. ત્યારે તેમના ઘરમાં નાસ્તાની ભરમાર હોય છે. જેમાં દરરોજ ગરમાગરમ મઠિયા, ફાફડા, ભજીયા, પૂરી બનતા હોય છે. તો સમોસા અને ભજીયા તો સામાન્ય નાસ્તા છે. મોટાભાગના ગુજરાતી નાસ્તા તેલ વગર બનતા નથી. ત્યારે એવામાં ગુજરાતીઓનો તેલનો વપરાશ વધી રહ્યો છે. ત્યારે કેટલાક પરિવારો કઢાઈમાં બચેલા તેલનો વારંવાર ઉપયોગ કરતા હોય છે. એક નાસ્તા બાદ એ જ તેલમાં બીજો નાસ્તો પણ બનાવવામાં આવે છે. જોકે બચેલા તેલને વાપરવું એ કરકસરનો જ એક ભાગ ગણાય છે. પરંતુ આવી કરકસર કરનારાઓને ખબર નથી કે, તળેલુ તેલ ફરીથી ઉપયોગમાં લેવુ કેટલુ નુકસાનકારક બની શકે છે. તે આગળ જઈને અનેક બીમારીઓને આમંત્રણ આપી શકે છે.

આ અંગે ફૂડ એક્સપર્ટસના જણાવ્યા પ્રમાણે તેલમાં કેટલાક મુક્ત કણોનું નિર્માણ થાય છે, જે આગળ જઈને સ્વસ્થ કોષિકાઓ સાથે જોડાય છે અને બીમારીઓ પેદા કરે છે. આ મુક્ત કણ કેન્સર પેદા કરનારા હોઈ શકે છે. એટલે કે તેનાથી કેન્સર થઈ શકે છે. ઉપરાંત ધમનીઓમાં ખરાબ કોલેસ્ટોરોલનું સ્તર પણ વધારી શકે છે. તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં કેન્સર ઉત્પન્ન કરનારા તત્ત્વ આવી જાય છે. જેને કારણે શરીરમાં ગોલ બ્લેડર કે પેટનું કેન્સર થવાની શક્યતા વધે છે.

આ દરમિયાન તેલમાં ધ્યાન રાખો કે તેમાં જાડી ફેટ ન જમા થાય. જો કઢાઈમાં ચીપચીપવાળું કાળુ દેખાવા લાગે તો આવા તેલનો ઉપયોગ જરા પણ ન કરતા. આવા તેલમાં અનેક વિષાક્ત પદાર્થ આવી જાય છે, જે હેલ્થને બહુ જ નુકશાન કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.