/

પ્રદૂષણના પગલે સોનિયા ગાંધીને દિલ્હીથી બહાર રહેવા ડોક્ટરોની સલાહ

સોનિયા ગાંધી આજે શુક્રવારે પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી સાથે દિલ્હીની બહાર જાય તેવી શક્યતાઓ છે. રાજધાનીમાં સતત વધી રહેલું વાયુ પ્રદૂષણ સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થાય તેવી ડૉક્ટરો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ગત્ત ઑગસ્ટ મહિનામાં હોસ્પિટલમાંથી રજા મળી ગયા બાદ સોનિયા ગાંધી દવાઓનું સેવન કરી રહ્યા છે.

સોનિયા ગાંધી છેલ્લા ઘણા વર્ષોથી અસ્થમાથી પીડાઈ રહ્યા છે. દિલ્હીનું ખરાબ હવામાન અને વાયુ પ્રદૂષણને લીધે તેમનું સ્વાસ્થ્ય વધુ કથળી રહ્યું હોવાથી ડૉક્ટરોએ હવામાન સુધરે નહીં ત્યાં સુધી દિલ્હીથી બહાર રહેવા જવાની સલાહ આપી છે. આ એ સમયે થઈ રહ્યું છે, જ્યારે બિહાર ચૂંટણીઓમાં કારમી હાર બાદ કોંગ્રેસના નેતાઓ આત્મ નિરીક્ષણની માગ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.