////

સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટર લાંચ લેતા ઝડપાયા

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળમાં દાખલ થયેલા દર્દીઓને અપાતાં ચા-નાસ્તા અને જમવાનું ચાર મહિનાનું 1 કરોડ 18 લાખ રૂપિયાનું બિલ પાસ કરાવવા માટે સોલા સિવિલના બે ડૉક્ટરો લાંચ માગતાં ઝડપાયા છે. ACBએ બંને આરોપી ડૉક્ટરની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ઘરી છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અપાતાં ચા-નાસ્તા અને જમવાના ખર્ચ પેટે ચાર માસનું 1 કરોડ અને 18 લાખ રૂપિયાનું બિલ પાસ કરાવવા માટે સૌ પ્રથમ આરોપીઓએ ફરિયાદી પાસે 30 ટકા લેખે લાંચની માગણી કરી હતી. આ બાબતે બંને વચ્ચે રકઝક થતાં છેવટે 16 ટકા લેખે કુલ 16 લાખની લાંચની માગણી કરવામાં આવી હતી, આ ઉપરાંત ફરિયાદીના ભાઈની કેન્ટીનનું ટેન્ડર વધુ ત્રણ વર્ષ માટે મંજૂર કરવા માટે વધુ બે લાખની લાંચ એમ કુલ મળીને 18 લાખ રૂપિયાની લાંચની માગણી કરવામાં આવી હતી.

સોલા હોસ્પિટલના લાંચકાંડમાં બંને આરોપી ડૉક્ટરનો પોલીસે કોરોના ટેસ્ટ કરાવીને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સરકારી હોસ્પિટલના ડૉક્ટરોએ 18 લાખ જેવી માતબર રકમની લાંચ માગી અને લીધી હોવાની આ પહેલી ઘટના છે.

Leave a Reply

Your email address will not be published.