///

US Election: ડોનાલ્ડ ટ્રમ્પને મિશિગન અને જ્યોર્જિયામાં નિરાશા મળી

હજુ સુધી અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીનું અંતિમ પરિણામ આવી શક્યું નથી. ત્યારે કેટલાક રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયાને લઈને કોર્ટમાં ગયેલા ટ્રમ્પ જૂથને મિશિગન અને જ્યોર્જિયામાં નિરાશા મળી છે. અમેરિકન કોર્ટે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ સબંધિત મિશિગન અને જ્યોર્જિયામાં ટ્રમ્પ કેમ્પેનની અરજીઓને ફગાવી દીધી છે.

તો બીજી બાજુ મિશિગનમાં ટ્રમ્પ કેમ્પેન તરફથી મતપત્રકોની ગણતરી રોકવાની માંગ કરવામાં આવી હતી. જ્યારે જ્યોર્જિયામાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ત્યારે અયોગ્ય મતપત્રકો ગણવામાં આવી રહ્યાં હતા. જો કે મિશિગન કોર્ટ ઑફ ક્લેમ્સના જજ સિંથિયા સ્ટીફન્સે ગુરુવારે અરજી ફગાવી દીધી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, મિશિગન રાજ્યના સચિવ સ્થાનિક ગણતરી પ્રક્રિયામાં સામેલ નથી. આથી તેને લઈને શુક્રવારે સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવશે.

ટ્રમ્પ કેમ્પેન તરફથી પેન્સિલવેનિયા અને નેવાડામાં પણ અરજી દાખલ કરવામાં આવી છે. આ સિવાય વિસ્કૉન્સિનમાં પણ ફરીથી મત ગણતરીની માંગ કરવામાં આવી છે. આ અગાઉ ટ્રમ્પે તમામ રાજ્યોમાં કેસ દાખલ કરવાની ધમકી આપી હતી, જ્યાં તેમના હરિફ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેને જીતનો દાવો કર્યો છે. આરોપ લગાવી આ તમામ રાજ્યોમાં કાયદાકીય લડત લડવાનું કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.