/////

અમેરિકાની ચુંટણીમાં પટેલોના મત માંગવા આવેલા ડોનાલ્ડ ટ્રમ્પે નીતિન પટેલનું કર્યુ અપમાન!!

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં ગુજરાત પ્રવાસને લઇને અનેક વાતો વહેતી થઇ છે. જેમાં એક કારણ અમેરિકાની ચૂંટણી નજીક આવતી હોવાનું પણ છે. અમેરિકામાં મોટા પ્રમાણમાં ગુજરાતી એમાં પટેલોનો વધુ વર્ગ સ્થાયી છે. જયારે પટેલોમાં નિર્ણાયક મત છે. જેથી ડોનાલ્ડ ટ્રમ્પને ચુંટણીમાં ગુજરાતીઓનાં મત મેળવવા માટે ભારત પ્રવાસ આવ્યા હતાં. અમેરિકાનો ઇતિહાસ છે કે કોઇ પણ અમેરિકામાં પ્રેસિડન્ટને ચુંટણી જીતી સત્તા પ્રાપ્ત કરવી હોય તો ગુજરાતીઓનાં એમાં પણ ખાસ કરીને પટેલોનાં મત વધુ પ્રમાણમાં મેળવવા જરૃરી છે. તો જ ચુંટણી જીતી શકાય છે. એકવાત એવી પણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કયાંકને કયાંક ચુંટણી નજીક આવતી હોવાથી ભારત પ્રવાસે એમાં પણ ગુજરાતીઓની વસ્તી ધરાવતાં ગુજરાતમાં આવ્યા હતાં. જને લઇને અમદાવાદનાં એવા ફોટા વાયરલ થયા છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે ડેપ્યુટી C.M. નીતીન પટેલની ટ્રમ્પ સાથે પીએમ નરેન્દ્વ મોદી અને અમિત શાહે ઓળખાણ કરાવી નથી કે મુલાકાત પણ સારી રીતે કરાવી નથી. જેને લઇને પાટીદાર સમાજે ખાસ નોંધ લીધી હતી. તેમજ પાસની ટીમને આ મુદ્દે બોલવાનો મોકો મળયો છે. પાસટીમ અને એનએસયુઆઇનાં નેતા નિખિલ સવાણીએ આ મામલે ટવીટ કરીને આકરા આક્ષેપો લગાવ્યા છે કે, આ પાટીદાર સમાજનું અપમાન છે. અને પાટીદાર સમાજની અવગણના કરી છે.

નરેન્દ્વ મોદી અને અમિત શાહનું હરખાપણું નજર આવ્યું છે. નિખિલ સવાણીએ ટવીટ કરીને જણાવ્યુ કે, પટેલોનાં વોટ માંગવા માટે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત પ્રવાસે આવ્યા. પરંતુ તેમણે નીતીન પટેલ સાથે હાથ પણ નહીં મળાવ્યો કે પછી નરેન્દ્વ મોદી અને અમિત શાહે નીતીન પટેલની ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઓળખાણ પણ ના કરાવી જાગો પાટીદાર આવી ટિપ્પણી નિખિલ સવાણીએ કરી હતી.મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યકમમાં નરેન્દ્વ મોદી કે અમિત શાહે જયારે નીતીન પટેલની ટ્રમ્પ સાથે ઓળખાણ ન કરાવતા નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે મોટા ઉપાડે જાતે જ હાથ લાંબો કરીને ટ્રમ્પ સાથે હાથ મિલાવ્યો હતો. આમ રાજનૈતિક પાર્ટી ભાજપમાં ચાલી રહેલા અંદર અંદરના કકળાટને સ્પષ્ટ સામે આવી રહ્યા છે. આ મામલે નીતીન પટેલની પણ નારાજગી પણ જોવા મળી હતી. આપણે કોઇપણ કાર્યકમમાં જોઇએ તો નાયબમુખ્ય પ્રધાન હોવા છતાં પણ નીતીન પટેલને જોઇએ તેવું મહત્વ મળતુ નથી. તેમજ બીજેપીમાં સતત તેમની અવગણના થતી હોય છે.

Leave a Reply

Your email address will not be published.