//

ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાનીઓ સાથે હાથ મિલાવ્યો ?

કતારની રાજધાની દોહામાં યુએસ અને તાલિબાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર થયાં હતા. લગભગ ૧૮ મહિનાની વાત-ચીત બાદ બંને પક્ષોએ શાંતિ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતાં. આ કરાર કર્યો હોવાં છતાં પણ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ગત શનિવારે તાલિબાન સાથેના કરારની પ્રશંસા કરી હતી અને તેઓ ટૂંક સમયમાં જ તાલિબાન નેતાઓને વ્યકિતગત રૃપે મળશે તેવુ જણાવ્યુ હતું. યુએસ રાષ્ટ્રપતિએ તાલિબાનને ચેતવણી આપી હતી કે જો બાબતો ખોટી પડે તો અમે પાછા જઇશું. આ સાથે જ દોહામાં યુએસ સંરક્ષણ પ્રધાન માર્કે એસ્પરે જણાવ્યુ હતુ કે, જો સુરક્ષા ગેરંટી નકારી દેશે અને અફઘાન સરકાર સાથે વાતચીત કરશે તો યુએસ તાલિબાન સાથેનો કરાર સમાપ્ત કરશે. તેમજ તાલિબાન પોતાના વચન નહીં નિભાવે તો યુએસ કરારથી પીછેહઠ કરશે.

તાલિબાન અને યુએસ વચ્ચે શું કરાર થયો?
કરાર મુજબ યુ.એસ ૧૪ મબિનાની અંદર અફઘાનીસ્તાનથી પોતાના સૈન્યદળો પાછા ખેંચી લેશે. વિદેશ પ્રધાનો અને લગભગ ૩૦ દેશોના પ્રતિનિધિઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ યુએસ તાલિબાન શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. યુએસના પ્રતિનિધિ ઝાલ્સ ખલીદજાદ અને તાલિબાનના કમાન્ડર મુલ્લા અબ્દુલ ગની બારાદાર દ્વારા શાંતિ કરારમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. દરમિયાનમાં તેમના સાથે યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયો અને સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પર પણ હાજર હતાં.

અફધાનિસ્તાન અને યુએસએ શું જાહેરાત કરી ?
અફઘાનિસ્તાન અને યુનાઇટેડ સ્ટેટસએ સંયુકત રીતે જાહેરાત કરી કે, અફઘાનિસ્તાનમાં યુએસ સૈન્ય દળની સંખ્યા ઘટીને ૮,૬૦૦ કરવામાં આવશે. યુએસ-તાલિબાનની વચ્ચે થયેલો શાંતિ કરાર કરવામાં આવેલા વચનોનો અમલ ૧૩૫ દિવસમાં કરવામાં આવશે. યુએસએ કહ્યુ કે તે અફઘાન સરકારની સંમતિથી સૈન્ય કાર્યવાહી ચલાવવા માટે તૈયાર છે.

કરાર બાદ યુએસએ તાલિબાનને શું કહ્યુ?
શાંતિ કરાર કર્યા બાદ યુએસએ સ્પષ્ટ કહ્યુ હતુ કે, તાલિબાનને અલ કાયદા અને અન્ય આંતકી સંગઠનો સાથેના તેમના સંબંધોને સમાપ્ત કરવા પડશે. તાલિબાનને અફઘાનની ભૂમિને આંતકવાદીઓનાં આશ્રય સ્થાન  બનવા દેશે નહી.

યુએસનાં વિદેશ સચિવે આ ડીલ અંગે શું જણાવ્યુ ?
યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ જણાવ્યુ કે, અમે તાલિબાન નેતાઓએ આપેલા વચનોનું પાલન કરી લાગુ કરે છે કે નહીં તેની નજીકથી દેખરેખ રાખીશું. તેની સાથે અમે યુએસ સૈન્ય દળોને અફઘાનિસ્તાનથી પરત લેવાનો નિર્ણય કરીશું.

૧૮ વર્ષ ચાલેલા યુદ્વા બાદ બંને દેશો વચ્ચે શાંતિ કરાર થયો ?
૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના આંતકી હુમલા બાદ યુએસએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. હુમલા કરી યુએસએ તાલિબાનની સરકારને ઉથલાવી દીધી હતા. તે સમયથી તાલિબાન અફધાનિસ્તાનમાં સત્તાની બહાર છે. લગભગ ૧૮ વર્ષ ચાલેલા યુદ્વ બાદ યુએસ અને તાલિબાન વચ્ચે શાંતિ કરાર થયો છે.

Leave a Reply

Your email address will not be published.