////

US Election Result : ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં ગડબડીનો લગાવ્યો ગંભીર આરોપ

હાલમાં અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. ત્યારે તાજા આંકડા મુજબ ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેનને નજીવી લીડ મળી રહી છે. જેમાં બાઈડેનને 224 ઈલેક્ટોરલ મત જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 213 ઈલેક્ટોરલ મત મળ્યા છે. જ્યારે બહુમત માટે 270 ઈલેક્ટોરલ મત જરૂરી છે. ત્યારે આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં ગડબડીનો આરોપ લગાવ્યો છે અને પોતાની જીત ગણાવી છે. જો કે ભ્રામક જાણકારી આપવા અંગે ટ્વિટરે ટ્રમ્પની ટ્વિટને હાઈડ કરી દીધી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે, હું આજે રાતે નિવેદન બહાર પાડીશ. એક મોટી જીત, ત્યારબાદ બીજી ટ્વીટમાં તેમણે ચૂંટણીમાં ગડબડીનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે અમે ચૂંટણીમાં આગળ ચાલી રહ્યા છીએ. પરિણામોને પ્રભાવિત કરવાની પ્રયત્ન થઈ રહી છે અને ચૂંટણીમાં ગડબડીની કોશિશ પણ થઈ રહી છે. અમે તેમને ક્યારેય એવું નહીં કરવા દઈએ. મતદાન બંધ થયા બાદ પણ વોટિંગ કેમ?

તો બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પના આ આરોપ પર ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેને પલટવાર કર્યો અને ટ્વીટ કરીને કહ્યું કે, આ ચૂંટણીમાં વિજેતા જાહેર કરવાનું કામ મારું કે ડોનાલ્ડ ટ્રમ્પનું નથી. તે મતદારોનો અધિકાર છે.

આપને જણાવી દઈએ કે, 538 ઈલેક્ટોરલ સીટમાંથી બાઈડેનને હાલ 224 અને ડોનાલ્ડ ટ્રમ્પને 213 પર જીત મળી છે. જોકે બહુમત માટે 270ના આંકડાને સ્પર્શવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.