//

દુનિયાની સાતમી અજાયબી જોવા ટ્રમ્પ આગ્રા જશે : શું ચાલી રહી છે તૈયારીઓ ? જાણો

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મેલેનિયા સાથે ભારત પ્રવાસે આવી રહ્યા છે. ટ્રમ્પ તેમના પત્ની સાથે ૨૪ ફેબ્રુઆરીનાં રોજ અમદાવાદની મુલાકાત લઇને સાંજે આગ્રાની મુલાકાતે જવાનાં જેથી ઉત્તરપ્રદેશનાં સીએમ યોગી આદિત્યનાથ તેમણું આગ્રામાં પણ સ્વાગત કરશે. ટ્રમ્પ તેમના પત્ની સાથે આગ્રાની મુલાકાતે જવાનાં છે. જેથી આગ્રામાં પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

સીએમ યોગી આદિત્યનાથે ઉચ્ચ અધિકારીઓને ફરમાન કર્યુ છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનું સ્વાગત એવી રીતે કરવામાં આવે કે દુનિયા જોતી રહી જાય. જેથી આગ્રામાં જે રસ્તા પરથી ટ્રમ્પ દંપતિ પ્રસાર થવાનાં છે તેના બંને બાજુ દેશભરના ૩ હજારથી વધુ કલાકારો વ્રજ સંસ્કૃતિની ઝાંખી રજુ કરશે. આગ્રામાં સૌંદર્યકરણનું કામ થઇ રહ્યું છે.

આગ્રાનાં ખેરિયા એરપોર્ટથી લઇને તાજમહેલ સુધી દબાણ હટાવવાની સાથે સફાઇ અને સમારકામનું કામ ચાલી રહ્યુ છે. આગ્રાની મુલાકાત દરમિયાન ટ્રમ્પ અને તેમનાં પત્નીને સીએમ યોગી આદિત્યનાથ સ્વાગત સમયે ચાંદીની ચાવી અને તાજમહેલની પ્રતિકૃતિની ભેટમાં આપશે. જેની સાથે શહેરનો લોગો પણ હશે. આગ્રાની મુલાકાત દરમિયાન ટ્રમ્પનાં સ્વાગતમાં વ્રજ સંસ્કૃતિથી જોડાયેલ મહારાસ, ચુરુકલા નૃત્ય, લઠ્ઠામાર હોળી તેમજ ફુલોની હોળી જેવાં સંસ્કૃતિની ઝાંખી કરાવતાં વિવિધ કાર્યકમો યોજવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.