//

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની મુલાકાત લેશે :કેવી ચાલી રહી છે તૈયારીઓ :જાણો વિગત

ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિશ્વ ની મહાસતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી  દિવસોમાં ગુજરાત ની મુલાકતે આવનાર છે તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્રારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.આજે અમદાવાદ ખાતે રાષ્ટ્રપ્રમુખ ના આગમન પૂર્વે તમામ વિભાગ ના અધિકારીઓ ની એક ખાસ બેઠક બોલાવવામાં આવી છે આ બેઠક માં નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત-સુરક્ષા સહીતના મુદ્દાની ખાસ ચર્ચા કરવામાં આવી રહી છે.

આજે સવારથી અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.જેમાં તમામ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની રજા રદ કરતો એક પરિપત્ર કરવામાં આવ્યો છે 29 જેટલા ડિપાર્ટમેન્ટના ઉંચકક્ષાના અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે તેમજ સ્ટેન્ડ ટુ રહેવા ના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે.

ગુજરાતના અમદાવાદ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ તેમની આગતા સ્વાગતામાં કોઈ ખામી રહીના જાય તેના માટે કેન્દ્ર સરકારના સિનિયર અધિકારીઓ દેખરેખ રાખી રહ્યા છે અને સુરક્ષા બંદોબસ્ત માં પણ કોઈ કચાસ રહી ના જાય તેની પણ ખાસ તકેદારી લઇ રહ્યા છે,ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી માટે ખાસ પ્રકાર ની વાનગીઓ ની પણ ચર્ચા મિટિંગ માં કરવા માં આવી છે.જયારે બન્ને મહાનુભાવો ગુજરાત મુલકતે આવનાર છે ત્યારે ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિંગ ની પણ કોઈ દુવિધા ઉભી ના થાય તેમાટે પણ અલગ પ્રકાર ની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.