//

ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી પ્રચાર વેબસાઈટ થઈ હેક

હવે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના મતદાનને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, તો આ વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી પ્રચાર વેબસાઈટ હેક થતા ટ્રમ્પ શાસનને જવાબદાર ઠરાવતા લખાણ આ વેબસાઈટ પર મુકતા ખળભળાટ મચી ગયો હતો. ક્રેપ્ટો કરન્સી સ્ક્રેમર્સ દ્વારા આ વેબસાઈટ અંદાજે 30 મીનીટ સુધી હેક કરવામાં આવી હતી. ટવીટર પર ગ્રેબીયલ લોરેન્જો નામના વ્યક્તિએ આ વેબસાઈટ હેક થઈ હોવાનો સ્ક્રીન શોર્ટ મુકીને તે જાણ કરી હતી.

તેમણે પોતાના ટવીટર હેન્ડલ પર જણાવ્યું કે, અમે કલાઈમેટ ચેન્જ અંગેના એક આર્ટીકલની તપાસ કરી રહ્યા હતા, ત્યારે ટ્રમ્પની વેબસાઈટ હેક થયા હોવાનો મેસેજ મળ્યો હતો અને તે ડોનાલ્ડ ટ્રમ્પ ડોટ કોમ પર વંચાતો હતો. જેમાં લખાયું હતું કે, પ્રેસીડેન્ટ ટ્રમ્પ દ્વારા જે ફેક ન્યુઝ પ્રસારીત કરવામાં આવે છે તે દુનિયા જાણી ગઈ છે અને સત્ય જાહેર કરવાનો સમય આવી ગયો છે.

કોરોના વાયરસના ઉદગમ માટે ટ્રમ્પ સરકાર જવાબદાર હશે. અમારી પાસે તેના પુરાવા છે અને તે પ્રમુખ ટ્રમ્પની પ્રતિષ્ઠાનું સંપૂર્ણ ધોવાણ કરશે. ટ્રમ્પ અનેક વિદેશી તાકાતો સાથે ગુન્હાહીત સાંકળ તથા સહકાર ધરાવે છે અને તેની મદદથી 2020ની ચૂંટણીમાં ચેડા કરવાની પણ તૈયારી છે. અમેરિકી નાગરિકો માટે કોઈ વિકલ્પ જ નથી.

Leave a Reply

Your email address will not be published.