/

ડોનાલ્ડ ટ્રમ્પનાં ગુજરાત પ્રવાસથી મુખ્યમંત્રી વિજય રૃપાણીની વધી શકે છે મુશ્કેલીઓ

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. નરેન્દ્વ મોદી નિયમ તોડીને પોતે જ અમદાવાદ એરપોર્ટ પર ટ્રમ્પને આવકારશે. જેથી ટ્રમ્પને આવકારવા નરેન્દ્વ મોદી ૨૩મી ફેબ્રુઆરીનાં રોજ મોડી સાંજે ગુજરાત આવે તેવી સંભાવનાઓ છે. જેથી ટ્રમ્પનાં આગમન દરમિયાન પીએમ મોદી તેમનું શાહી સ્વાગત કરી શકે.
બીજી બાજ ડોનાલ્ડ ટ્રમ્પના ગુજરાત પ્રવાસને લઇને સરકાર ચિંતિત છે. ગુજરાત રાજયમાં ચાલી રહેલા એલઆરડી વિવાદીત પરિપત્ર મામલે ઉગ્ર આંદોલનો ચાલી રહ્યા છે. જેથી ટ્રમ્પના પ્રવાસ દરમિયાન વિરોધ પ્રદર્શન થવાની શકયતાઓ છે. જેનાં કારણે સરકારની ઉંગ હરામ થઇ ગઇ છે. મળેલા રિપોર્ટ મુજબ ટ્રમ્પ અને મોદીનાં રોડ શો દરમિયાન દેખાવો રોકવા માટે ૫૦ અધિકારીઓને જવાબદારીઓ સોંપાઇ છે. ગુપ્તચર એજન્સીઓને આંદોલન કારીઓ પર નજર રાખવા આદેશો અપાયા છે.


ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનકારીઓ પર ખાસ નજર રાખવામાં આવશે. અમદાવાદમાં ઉગ્ર દેખાવો ના થાય અને ટ્રમ્પને ગુજરાતમાં ચાલી રહેલા સરકાર સામે ઉગ્ર વિરોધની ગંધ ના આવે તે માટે રાજય સરકાર અને પોલીસ પ્રયાસો કરી રહી છે.
થોડા સમય પહેલા દિલ્હી હાઇ કમાન્ડથી આદેશ આપવામાં આવ્યો હતો કે ગુજરાતમાં એલઆરડી મામલે ચાલી રહેલા આંદોલનોનો ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત પ્રવાસે આવે તે પહેલા ગમે તેમ કરીને અંત લાવવો જેથી ગુજરાત સરકાર આંદોનલો પર રોક લગાવવાનાં પ્રયાસો કરી રહી છે. તેમજ આંદોલનકારીઓને લોલીપોપ આપીને આંદોલન સમેટવાનાં પણ પ્રયાસો કરી રહી છે. પરંતુ આ વિવાદીત આંદોલનનો અંત આવ્યો નથી. જેથી ટ્રમ્પના પ્રવાસ દરમિયાન કોઇ દેખાવો થશે તો દિલ્હી હાઇ કમાન્ડથી ગુજરાત સરકારને ઠપકો મળશે

Leave a Reply

Your email address will not be published.