/

બોર્ડની ઉત્તરવહી ફેંકવા સામે ફોજદારી કાર્યવાહી કરો નહીતો આંદોલનનો સામનો કરવો પડશે :NSUI

રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને સામ દામ દંડ ભેદની નીતિ અખત્યાર કરી કોંગ્રેસ સાથે દ્રોહ કર્યો છે તેવીજ રીતે એક વર્ષ સુધી સતત અભ્યાસ કરીને પોતાની આખું ફોડતા વિધાર્થીઓ સાથે પણ ભાજપ સરકાર ખિલવાડ કરી તેમના ભાવિ ભવિષ્ય સાથે પણ ચેડા કરી રહી છે NSUI મંત્રી નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે  આવનારી પેઢીએ હજુ કાલે જ બોર્ડની પરીક્ષા પૂર્ણ કરી તેમની સાથે પણ રાજકીય ખિલવાડ કરી રહી છે સવાણી એ  ભાજપ સરકારને આડે હાથે લેતા જાણવાયું હતું કે રાજકોટ પોરબંદર હાઇવે પર થી બિનવારસુ ઉત્તરવહીઓ મળી છે તેમાં સરકારના શિક્ષણ વિભાગની અને રાજકીય ઓથ ધરાવતા મોટા માથાની ઓથ હોવાની ગંધ આવી રહી છે આવનારું ભવિષ્ય ઉજળુંના બને અને તેમની કારકિર્દી પહેલેથીજ ખતમ થાય તેવા ભાજપ સરકાર અને તેમના મળતીયાઓ અને શિક્ષણ વિભાગ પ્રયાસ કરે છે

ઉત્તરવહી ફેંકનાર સામે ભાજપની સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે અને પોલીસ ફરિયાદ નોંધી ગુન્હેગારોને સજા કરે નહિ. તો ગુજરાત NSUI આ સમગ્ર મામલે રાજ્ય વ્યાપી આંદોલન કરશે.તેવી ચીમકી NSUI મંત્રી નિખિલ સવાણી એ ઉચ્ચારી હતી નિખિલ સવાણીએ ઉત્તરવહી ફેંકનાર કોણ છે તેમની ભાજપ સાથે કે તેમના કોઈ મળતિયા સાથે સાઠગાંઠ છે ક્યાં કારણથી ઉત્તરવહી ફેંકી ને ભાવિ વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે તેમની હાઇકોર્ટ જજ અથવા SITની ટિમ મારફત તાત્કાલિક પગલાં લઇ ગુજરાતના ભાવિ ભવિષ્યને અને ગુજરાતની જનતાને તાત્કાલિક જવાબ નહિ આપે તો આંદોલન કરવાની ફરજ પડશે અને ભાજપને સમગ્ર મામલાનું પરિણામ ભોગવવું પડશે.

Leave a Reply

Your email address will not be published.