//

કોરોનાની દહેશત વચ્ચે આ ગામમાં કરાયો ડોર ટુ ડોર સર્વે

જામનગર જિલ્લાના કાલાવડમાં આવેલ નવાગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. આરોગ્ય અને કલ્યાણ વિભાગની ગાઈડ લાઈન અનુસાર 17 ગામોમાં ડોર ટુ ડોર તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને અંકુશમાં લાવવા માટે સમગ્ર પંથકમાં હાલ ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે સાથેજ આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેની કામગીરી હાથ ધરાઈ છે જેમાં બહારથી આવેલા લોકોને શરદી, ખાંસી કે કોરોનાથી શંકાસ્પદ જણાતા લોકોને હેલ્થ સેનટર લઈ જવામાં આવે છે અને ત્યાં દવા લેવા તથા તપાસ કરાવવાની સૂચના આપવામાં આવી રહી છે સાથેજ લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા ઘરમાં કેવી રીતે સાવચેતી રાખવી તેની મહિતી આપવામાં આવી રહી છે સાથેજ લોકોને કામ વગર ઘરથી બહારન નીકળવા અપીલ પણ કરવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ વિદેશથી કે યાત્રા કરીને આવ્યા સહોય તેમના ઘરે જઈ સર્વે કરી રહ્યા છે અને જો કોઈ શંકાસ્પદ દેખાયતો તેને હોમ કોરન્ટાઈન કરી રહ્યા છે..સમગ્ર કામગીરીમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ અને આશા વર્કર બહેનો તૈનાત કરાઈ છે.અને સર્વે દરમિયાન જો કોઈ શંકાસ્પદ કેસ મળેતો તેને ઓપીડી મોડ્યુલમાં મેડિકલ ઓફિસર દ્વ્રારા એન્ટ્રી કરાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.