//

એક જિલ્લા ના બે-બે કાયદા થી લોકો પરેશાન,ક્યાં જિલ્લાના આ છે લોકો:જાણો વિગતવાર અહેવાલ

રાજ્ય ના અનેક જિલ્લા માં જુદા જુદા કાયદા હેઠળ લોકો ના કામ ખોરંભે ચડી જાય છે દરેક રાજ્ય માં એક જ કાયદો હોઈ છે તેની અમલવારી દરેક જિલ્લા તાલુકા અથક માં થતી હોઈ છે પરંતુ પોરબંદર જિલ્લા માં અલગ અલગ તાલુકામા અલગ અલગ કામગીરી ને લઇ ને લોકો મૂંઝવણમા મુકાઈ ગયા છે. પોરબંદર મામલતદાર કચેરીના અણધડ વહીવટના કારણે લોકોને ધરમના ધક્કા થાય  છે.બહાર ગામથી આવેલા લોકો પોતાના રહેણાકના પૂરતા પુરાવા આપે છે છતાં લોકોને રાશન કાર્ડ મેળવવામા મુશ્કેલી વેઠવી પડે છે.

પોરબંદર જિલ્લા ના ત્રણ તાલુકામાં  અલગ અલગ કાયદા મુજબ કામો થાય છે રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં પરણિત મહિલા સાસરે આવે ત્યારે પિયરના રાશનકાર્ડ માંથી નામ કમી કરી આપે તો જ રાશનકાર્ડ માં નામ દાખલ કરી આપવા માં આવે છે ત્યારે પોરબંદર તાલુકામા કાંઈક જુદા કાયદા હેઠળ કાઅમીરી કરવામાં આવે છે પિયરમાંથી નામ કમી કરાવી દાખલો લઇ  આવનાર પરણિતા ને રાશનકાર્ડ માં નામ દાખલ કરાવવું માટે નથી ચાલતું મેરેજ સર્ટિફિકેટ કે નથી ચાલતો પિયર ના રાશનકાર્ડ નો દાખલો અહીં તો ચાલે છે ફક્ત ઘરના કાયદા અને પરણિતાના પિતાનું  સોગંદનામું આવા કાળા કાયદા થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને જનસેવા કેન્દ્ર અને મામલતદાર કચેરી ના ધક્કા ખાઈ ને લોકો આખરે રાશનકાર્ડ માં નામ દાખલ  કરાવવા નું ટાળે છે તેથી લોકો ની માંગ છે કે એક  જિલ્લા માં અલગ અલગ કાયદા કેમ? રાણાવાવ અને કુતિયાણા માં આજ કાયદો છે તો પોરબંદર તાલુકા માં કેમ અલગ કાયદો. તેથી જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક પગલાં લઇ ને લોકો ની મુશ્કેલી ઘટાડે તેવવી લોકો માં માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published.