///

ડ્રગ્સ કેસ: રિયા ચક્રવર્તીના ભાઈ શોવિકને મળ્યા જામીન

સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવતા NCBએ મોટી કાર્યવાહી કરતા એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની ધરપકડ કરી હતી. જોકે આ કેસમાં રિયાને તો પહેલા જ જામીન મળી ગયા હતા, ત્યારે હવે શોવિક માટે પણ રાહતના સમાચાર આવ્યા છે. જેમાં શોવિકને કોર્ટ તરફથી જામીન આપવામાં આવ્યા છે.

ડ્રગ્સ કેસમાં તપાસ દરમિયાન NCBને શોવિક ચક્રવર્તી વિરુદ્ધ અનેક મજબૂત પુરાવા મળ્યા હતા. તેની રિયા સાથેની વોટ્સઅપ ચેટથી લઇ બાસિત અને ઝૈદ સાથે કનેક્શન સુધી, અનેક મોટી વાતો સામે આવી હતી, ત્યાર બાદ NCBએ કાર્યવાહી કરતા શોવિકની ધરપકડ કરી હતી. તે સમયે શોવિકની NDPS એક્ટની કલમ 8સી, 28 અને 29 હેઠળ ધરપકડ કરાઇ હતી. શોવિક સિવાય સેમ્યુઅલ મિરાન્ડાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

શોવિક ચક્રવર્તી અનેક મોટા ડ્રગ પેડલર્સના સંપર્કમાં હતો. સુશાંતસિંહ રાજપૂત માટે પણ શોવિક ડ્રગ્સની વ્યવસ્થા કરી આપતો હતો. વાયરલ થયેલી ચેટ મુજબ રિયા ચક્રવર્તી પણ સુશાંત માટે શોવિક પાસેથી ડ્રગ્સ મંગાવતી હતી. આ જ પુરાવાના આધારે જ NCBએ શોવિક વિરુદ્ધ એક મજબૂત કેસ બનાવ્યો હતો. જોકે હવે રિયાના ભાઈને પણ રાહત મળી ગઇ છે. તેને જામીન મળ્યા છે.

NCBની તપાસમાં ડ્રગ મામલે એજન્સીએ ઝડપથી કાર્યવાહી કરી રહી છે. બોલીવુડની ટોપ અભિનેત્રી સાથે સાથે અર્જુન રામપાલ, ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની પૂછપરછ કરવામાં આવી રહી છે. NCB તરફથી કહેવામાં આવ્યું છે કે, તેઓ બોલીવુડના ડ્રગ્સ કનેક્શનને એક્સપોઝ કરીને રહેશે અને જરૂર પડે તો કડક પગલા લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.